ચાલો, આપણે નાગરિક સભાનતા થકી ન્યાયની ઝૂંબેશમાં જોડાઈએ !
અમદાવાદમાં ‘ખેત ભવન’ ખાતે 2 એગષ્ટ 2021 ના રોજ સાંજે બે કલાકની પ્રથમ બેઠકમાં 20 જેટલા સામાજિક કાર્યકરો હાજર રહ્યા હતા. હવે પછીની બેઠકમાં 200 અગ્રણી નાગરિકો જોડાશે. સૌએ ચિંતા વ્યક્ત કરી કે રાજ્યમાં અને દેશમાં લોકશાહીને ખતમ કરવામાં આવી રહી છે. તાનાશાહી છે. સત્તાની આલોચના કરો તો જેલમાં પૂરે છે.
નાગરિક અધિકારનો ભોગ લેવાય છે. નાગરિક હક્કોના ભંગ સામે/ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવે તેનો જ ભોગ લેવાય છે; તેને સહન કરવું પડે છે. સજ્જનોને ત્રાસ છે અને દુર્જનોને લીલાલહેર છે ! સત્તાપક્ષ સરકારી જાહેરાતો દ્વારા જૂઠ્ઠું ચિત્ર રજૂ કરે છે અને ટેક્સના કરોડો રૂપિયા વેડફે છે !
ઉપાય શું? [1] માનવ અધિકાર/સ્વતંત્રતા/સમાનતા/સામાજિક ન્યાય ક્ષેત્રે કામ કરતા સૌ સંગઠિત થાય.[2] સ્વચ્છ છબી ધરાવતા અને સમાજસેવા પ્રત્યે સમર્પિત લોકોને જોડવા જોઈએ. સેક્યુલર/માનવવાદી લોકોએ એકત્ર થઈને ‘સંયુક્ત નાગરિક સંગઠન’ની રચના કરવી જોઈએ. જેમાં શહેરો/જિલ્લાના પ્રતિનિધિઓનો સમાવેશ કરવો જોઈએ. તેમાં પ્રતિષ્ઠિત સંસ્થાઓ/NGO/સંગઠનોને સામેલ કરવા જોઈએ. સમાજના અગ્રણીઓ/લેખકો/પત્રકારો/ડોક્ટર/પ્રોફેસર વગેરેને જોડવા જોઈએ. [3] સંયુક્ત નાગરિક સંગઠનનો પ્રભાવ પડે; એકાદ વ્યક્તિનો નહીં. લોકશાહીમાં પ્રેશર ગૃપથી જ કામ થઈ શકે. [4] બંધારણીય મૂલ્યોમાં માનતા હોય/માનવમૂલ્યોમાં માનતા હોય તેવા સંગઠનોને એક નેજા હેઠળ એકત્ર કરવા. [4] સત્તાપક્ષ પાસે રાક્ષસી તાકાત છે; ધનકુબેરો છે, પોલીસ છે, જેલ છે, આખું તંત્ર છે. સત્તાપક્ષની ખોટી નીતિઓનો વિરોધ અહિંસક અને શાંતિપૂર્વક રીતે કરવાનો દરેક નાગરિકને હક્ક છે. આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લક્ષ્યમાં લઈને સાથે બેસી એક્શન પ્લાન ઘડવો પડે. [5] યુવાનો/વિદ્યાર્થીઓને જોડવા પડે. સોશિયલ મીડિયા થકી જાગૃતિ પ્રગટાવવા ઝૂંબેશ કરવી પડે. નાની પુસ્તિકાઓ દ્વારા માનવવાદી વિચારો લોકો સુધી પહોંચાડવા પડે. [6] આદિવાસીઓ/દલિતો/વંચિતો/ખેડૂતો/શ્રમિકોના પ્રશ્નો ઉઠાવવા પડે. જેનું કોઈ નહીં; તેની પડખે નાગરિક સંગઠન; એ નીતિ હોવી જોઈએ. [7] ભ્રષ્ટાચાર સામે ઝઝૂમનારને/નાગરિક હક્કોની-માનવ હક્કોની લડત ચલાવનારને સમર્થન આપવું જ જોઈએ; હૂંફ આપવી જ જોઈએ. જો આમ નહીં થાય તો લોકશાહી બચી શકે નહીં. [8] નાગરિક સંગઠનને લોક સ્વીકૃતિ ત્યારે જ મળે જ્યારે સંગઠન સાથે જોડાનાર ચૂંટણી ન લડે. [9] મફત શિક્ષણ/મફત આરોગ્ય સેવા/અસામાજિક તત્વો અને ભ્રષ્ટાચારથી સુરક્ષા વગેરે લોકોને પીડા આપતા મુદ્દાઓ અંગે ‘કોમન એજેન્ડા’ ઘડવો જોઈએ.
સવાલ એ છે કે વિકાસ જોઈએ છે કે લોકશાહી? એવો વિકાસ શું કામનો જેમાં નાગરિક હક્કો જ ન હોય? શું આપ નાગરિક સભાનતા પ્રગટાવતા નાગરિક સંગઠન સાથે જોડાવા ઈચ્છો છો? આ અંગે આપના કોઈ સૂચનો છે? કોમેન્ટ/Messenger માં નામ/સંપર્ક નંબર જણાવી શકો છો. ચાલો, આપણે નાગરિક સભાનતા થકી ન્યાયની ઝૂંબેશમાં જોડાઈએ.rs
Ramesh Savani
Copy Paste



कोई टिप्पणी नहीं:
एक टिप्पणी भेजें