હું ખૂશ છું કે આપણે અંગ્રેજોની ગુલામીમાંથી દૂર થયા...!
પણ બીજી બાજુ દુઃખી પણ છું કે આજે પણ જાતપાત, અમીરી ગરીબી, ઉચ્ચ નીચ, કાળા ગોરા, કોઈ એક માટે વધારે પ્રેમ કે સહાનુભૂતિ અને બીજા માટે ઈર્ષા જોવામાં આવે છે. ઉદાહરણ તરીકે આપણે વિવાન અને ધૈર્યરાજ ને લઈએ.
આઝાદી નો અર્થ શું થાય છે ખબર છે? બધા સમાન અને એક....🌹
કોઈ મોટું નહી કોઈ નાનું નહી...
શું આ વિચારો ને સાચી આઝાદી ન કહેવાય....?
જેમ મા-બાપ માટે બધી જ સંતાનો સમાન હોય તો ભારત માતા માટે બધી જ જનતા સમાન કેમ નથી??? શું આપણે કયારેય એક નહી થઈ શકીએ...?
શાંતી, સમ્રુધ્ધી, વિકાસ કયારે થશે કોઈ ને કાંઈ ખબર છે?
ના બસ બધા પોત પોતાને મહાન બતાવવામાં લાગ્યા છે....!
જે હેતુ માટે લડ્યા એ જ ભૂલી ગયા...!!!
આપણે એ ભૂલી ગયા કે આપણા દેશનું ભવિષ્ય આપણા હાથમાં છે.
આપણે કિંમતી વોટ દેશની પરિસ્થિતિઓ બદલી શકે છે!!!
આપણો પ્રેમ નફરત ને પીગાળી શકે છે!!!
આપણે ભૂલી ગયા... કે જે વિરલાઓ દેશની આઝાદી માટે લડ્યા હતા એમણે વિચાર્યુ હતું કે કદાચ જો આપણે સાથે મળીને લડશું તો જે 200 વર્ષ પહેલા થી પણ વધારે નફરત હશે એ કદાચ દૂર થઈ જશે પણ....
શું થયું? ભાગલા પડ્યા .... દુશ્મની ના બીજ રોપવામાં આવ્યા.
હું વધારે ચર્ચા નહિ કરું પણ હા એટલું જરુર કહીશ...
પહેલા માણસ બનો... એકબીજાને માનસમ્માન આપો..
આ ધરતી માતા સૌ કોઈની છે.
જ્યારે એણે ભેદભાવ નથી કર્યો તો તમે કોણ?🤷♂️
એકવાર વિચારજો!!!🌹







