मंगलवार, 10 अगस्त 2021

ભાજપ જ જીતવાનુ એનાં અનેક કારણો છે

 મોદીજી પ્રધાનમંત્રી બન્યા

પછી

ભારતમાં સોનાનો

સૂરજ ઉગી ગયો છે


લોકો પાસે ચિક્કાર આવક-સુખ-સાહ્યબી અને રૂપિયાની તો 

રેલમછેલ થઇ ગઈ છે


દુકાનોમાં ઘરાકી ઉમટી છે


નોટબંધી પછી

ભ્રષ્ટાચાર - આતંકવાદ

નેસ્તનાબૂદ થઇ ગયા છે


જીએસટી

(વન નેશન વન ટેક્ષ) પછી ભારતીયોએ

માત્ર એક જ ટેક્ષ ભરવો પડે છે

ટોલટેક્ષ

આરટીઓ

એજ્યુકેશન

પ્રોપર્ટી

સ્ટેમ્પડ્યૂટી

ફ્યુઅલચાર્જ

હાઉસટેક્ષ

એંટરટેનમેંટ ટેક્ષ

સરચાર્જ

પાણીવેરો જેવા

અસંખ્ય ટેક્ષ તો

સમૂળગા બંધ જ થઇ ગયા છે


સ્વીસબેંકના બેનામી  કાલાબજારીયાઓ સહીત વિજયમાલ્યા

નીરવ મોદી

લલિત મોદી

મેહુલ ચોક્સી વગેરે તો

જેલની કાળી કોટડીમાં

ચક્કી પીસી રહ્યા છે


દાઉદનું કોઇને ખબર

સુધ્ધાં ન પડે એમ

એન્કાઉન્ટર થઇ ગયું છે


શેરબજારમાં રોકાણકારો કરોડપતિ થઇ ગયાં છે

અને એમને તો ઘી કેળાં છે

ઘી કેળાં


વાયદાબજાર તો ભડકે

બળી રહ્યું છે


કારખાના અને ફેક્ટરીઓ

રાત દીવસ ચાલુ રાખીએ છીએ છતાં ડિમાન્ડને પહોંચી નથી વળાતુ


નાના કારખાનેદાર અને

છૂટક વેપારીઓ તો

ન્યાલ થઇ ગયા છે


ખેડૂતોની આવકો વધી જવાને કારણે શહેરીજનો

ગામડાંમાં ખેતી તરફ વળી રહ્યા છે


ગારમેન્ટ-ડાયમંડ અને

જ્વેલર્સ તો ન્યાલ થઇ ગયા છે


નોકરીઓમાં તો સેલેરી

એડવાન્સ અને સેલેરી કરતાં ઓવરટાઇમ વધુ મળી રહ્યો છે


યુવાનોને તો ગ્રેજ્યુએટ થાય

એ પહેલાં તો કેમ્પસમાં

કંપનીઓ એપોઇન્ટમેન્ટ આપી દે છે


વ્યાજ અને ધીરધાર કરનારા

તો લમણે હાથ દઈને

નવરાધુપ બેઠા છે


જીવન જરૂરી દરેક વસ્તુઓ

સસ્તી થઇ ગઈ છે


શાકભાજી-દૂધ-તેલ-પેટ્રોલ, ડીઝલ-વીજળી-રીક્ષા-બસ

અને ટ્રેનનાં ભાડા

આટલાં સસ્તાં જોયા જ નથી


ટેક્ષ તો ભરવો જ નથી પડતો


એજ્યુકેશનમાં ડોનેશન

કોઇ લેતું જ નથી


શિક્ષણ તો સાવ મફત થઇ ગયું છે


લોન તો લેવી જ પડતી નથી


બેંકની ક્રેશ ક્રેડીટ લીધે તો

છ વર્ષ થઇ ગયાં


કોઇને દેવું જ નથી


બેંકો ડિપોઝીટથી ઉભરાય છે

અને હવે બેંકો ડીપોઝીટ લેવાની જ ના પાડે છે



ડૉલર રાઇ જેટલો અને

રૂપિયો હિમાલય જેટલો થઇ ગયો છે


ભારતનું દેવું સંપૂર્ણ ચૂકતે થઇ ગયું છે


રામ રાજ્ય આવી ગયું

સરકારી કચેરીઓમાં


ભ્રષ્ટાચાર બિલકુલ બંધ થઇ ગયો છે


રોડ-બ્રિજ તો એટલા મજબૂત બનાવ્યા છે કે

એક નહીં વીસ ઇંચ વરસાદમાં પણ

ગુજરાતમાં 20 વર્ષથી

એક પણ રોડ ધોવાયેલો કે

બ્રિજ તૂટેલો પ્રજાને જોવો નથી પડ્યો


દૂધની નદીઓ વહી રહી છે


સ્ત્રીઓ પર

બળાત્કાર-ખૂન-અપહરણ-લૂંટના બનાવો બનતા જ નથી


કાશ્મીરમાં કે ચીન સરહદે કોઇ જવાન શહીદ થતો જ નથી


ગાયમાતાઓ તો એકદમ લીલાલહેર ભોગવી રહી છે


હાઇ એજ્યુકેશન માટે

વિદેશીઓ અહીં આવવા લાગ્યા છે


મેડીકલ ટ્રીટમેન્ટ સાવ સસ્તી અને સત્વરે મળી જાય છે


કોઇ સ્કીમ ખાલી રહેતી જ નથી


સરકારી નોકરીઓ તો ઉભરાય છે


સરકારી નોકરીઓમાં આઠમું પગારપંચ પહેલે દીવસથી

નોકરી જોઇન કરો એટલે

તરતજ મળતું થઇ જાય છે


ભારતનાં એરપોર્ટ

કૉલ ઇન્ડિયા

રેલ્વે

એલઆઇસી

ઍર ઇન્ડિયા

ઓએનજીસી

બીએસએનએલ જેવી

કંપનીઓ લગભગ વેચી નાખવાથી ભારત શ્રીમંત કહેવાશે


ભારતના જવાનોને જોઇ પાકીસ્તાનના સૈનિક

શરણે થઇ જાય છે

અને હા

ચીને તો ઘૂંટણે પડી

ડોકલામ સુધી રસ્તો

આપ્યો છે


કોરોનાની વેક્સિનના બંને ડોઝ તો ઘર બેઠા સરકાર આપી જાય છે


કોરોનામાં બધી જ

હોસ્પિટલોએ મફત સારવાર કરી છે


ઓક્સિજનની અછત ભારતમાં હતી જ નહીં

જે લોકો મૃત્યુ પામ્યા

એ ઓક્સિજનના

ઓવરડોઝના કારણે થયાં છે


રોજ જે આત્મહત્યાઓ થાય છે એ ભારતમાં વર્તમાન શાસનમાં અતિશય

શ્રીમંતાઇથી કંટાલીને લોકો કરી રહ્યા છે

🤓😛😜😝🤪

सोमवार, 9 अगस्त 2021

દલિત સગીરા જેને બે વખત રેપ થયા પછી સમાજે આપ્યું 'કુંવારી માતા'નું નામ

 સોળ વર્ષનાં નેહા (બદલાવેલું નામ)ની સાથે બે વખત કથિતપણે દુષ્કર્મ અને સામૂહિક દુષ્કર્મ થયું, પરિવાર ગર્ભપાત કરાવવા માગતો હતો પરંતુ કાયદાકીય પરવાનગી ન મળી. પાછલા ઘણા મહિનાથી તેમનું ઘર જ તેમના માટે કેદખાના જેવું બની ગયું છે, અમુક દિવસો પહેલાં તેમણે એક બાળકીને જન્મ આપ્યો છે.

જ્યારે પણ કોઈના ઘરમાં પ્રથમ બાળક અવતરે છે, ત્યારે ઘરમાં સામાન્યપણે ઉત્સવનો માહોલ હોય છે પરંતુ નેહાના ઘરમાં માતમ છવાયેલું છે. લોકો અભિનંદન નહીં આપી રહ્યા પરંતુ મોઢું દબાવીને મહેણાં મારી રહ્યા છે.

તેમને એક નવું નામ પણ મળી ગયું છે 'કુવારાં માતા'. નેહા, ઉત્તર પ્રદેશના હરદોઈ જિલ્લામાં કછૌના પોલીસ સ્ટેશન અંતર્ગત આવતા એક ગામનાં રહેવાસી છે.

નેહા અનુસાર, નવેમ્બર, 2020ની એક બપોરે તેઓ ઘરમાં એકલાં હતાં. ત્યારે પાડોશના ગામ (ટિકારી)ના એક યુવક (મુખ્ય આરોપી) તેમને પરાણે ખેંચીને લઈ ગયા અને તેમની સાથે ખોટું કામ (બળાત્કાર) કર્યું. આ વાત તેમણે પોતાનાં માતાને જણાવી હતી.

નેહાનું એક રૂમનું ઘર ખેતરમાં બનેલું છે, જે ગામથી થોડું છેટું છે. માટીની જર્જરિત દીવાલો, અધૂરું બનેલું શૌચાલય, તાડપત્રીમાં અનેક જગ્યાએ છિદ્રો, ગૃહસ્થીના નામે માત્ર અમુક ગણ્યાંગાંઠ્યાં વાસણ જ છે.

નેહાના ઘરના લોકો અને મુખ્ય આરોપીએ પ્રથમ ઘટનાના લગભગ દોઢ-બે માસ બાદ પોતાના એક મિત્ર સાથે મળીને કથિતપણે તેમનો ગૅંગરેપ કર્યો. બંને આરોપીઓના પરિવારજનો આ આરોપોને નકારે છે અને કહે છે કે તેમને ફસાવવામાં આવ્યા છે.

જુદાં-જુદાં નામોથી બોલાવે છે લોકો


નેહાના પિતા અને બંને ભાઈ મજૂરી કરે છે. જમીનના નામે એક ખેતર છે, ચાર ભાઈ-બહેનોમાં નેહાં સૌથી નાનાં છે.

પરિવારમાં કોઈ ભણેલું નથી. નેહાના ગામના લોકો તેમને જુદાં-જુદાં નામોથી બોલાવે છે, મહેણાં મારે છે, મજાક ઉડાવે છે.

"લોકો કહે છે કે મારો અને તેનું (મુખ્ય આરોપી) અફેયર ચાલી રહ્યું હતું. હું તો એને સારી રીતે ઓળખતી પણ નહોતી, તેણે મારી સાથે બે વખત ખોટું કામ (બળાત્કાર) કર્યું.

"હાલ હું એક બાળકીની અપરિણીત માતા છું. બધા એવું જ કહે છે કે તેં તો ગજબ કર્યું. મને ખબર નથી પડતી કે આમાં મારો શું વાંક?"

આ વાત જણાવવાની સાથે તેઓ મોડે સુધી રડતાં રહ્યાં. નેહા રડતાં રડતાં કહી રહ્યાં હતાં, "જ્યારે મને ખબર પડી કે મારા પેટમાં બાળક છે ત્યારથી હું માત્ર કેસની કાર્યવાહી માટે જ બહાર નીકળું છું."

"બધા મને ખરાબ નજરોથી જોવે છે. એટલાં મહેણાં સાંભળ્યાં છે કે તમને શું જણાવું?"

ઉત્તર પ્રદેશમાં સગીરા રેપ બાદ માતા બન્યાં હોય તેવો આ પ્રથમ મામલો નથી. આ પહેલાં પણ ઘણી છોકરીઓ આનો શિકાર થઈ ચૂકી છે. રાષ્ટ્રીય અપરાધ રેકૉર્ડ બ્યૂરો (NCRB)ના વર્ષ 2019ના રિપોર્ટ અનુસાર મહિલાઓ સાથે થનારી હિંસામાં 7.3 ટકા વધારો થયો છે.

તેમજ દલિતો સાથે થનારી હિંસામાં પણ એટલો જ વધારો થયો છે.

  • બળાત્કારનો રિપોર્ટ






NCRB દ્વારા વર્ષ 2019માં જારી કરાયેલ આંકડા અનુસાર દેશમાં લગભગ 3,500 દલિત મહિલા સાથે બળાત્કાર થયાનો રિપોર્ટ દાખલ કરાયો છે. એટલે કે દરરોજ લગભગ દસ મહિલાઓ સાથે રેપ કે ગૅંગરેપ જેવી ઘટના થાય છે.

આ એ મામલા છે જે રિપોર્ટ થયા છે, જે મામલા પોલીસ સુધી નથી પહોંચી શક્યા તેમનો તો કોઈ હિસાબ જ નથી. કુલ નોંધાયેલા મામલાઓમાંથી એક તૃતિયાંશ મામલા ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના છે. નેહાના ગામમાં લગભગ 500 ઘર છે જે તમામ દલિત સમુદાયનાં છે.

બંને આરોપી પીડિતાના ગામથી અઢી કિલોમિટર દૂર આવેલા ગામના છે. મુખ્ય આરોપી સવર્ણ અને બીજા આરોપી દલિત સમુદાયના છે. બંને આરોપીઓ હાલ તો જેલમાં બંધ છે.

નેહાના પરિવારજનો કહે છે કે 31 ડિસેમ્બર 2020ની સાંજે આઠ વાગ્યે જ્યારે નેહા ખેતરમાં શૌચ માટે ગયાં હતાં, મુખ્ય આરોપી (રામસુચિત ત્રિપાઠી) અને તેમના મિત્ર (પુષ્પેન્દ્ર વર્મા) છોકરીના મોઢે કપડું બાંધીને તેમને બળજબરીપૂર્વક ઉઠાવી ગયા હતા.

બંનેએ કથિતપણે જંગલમાં જઈને રેપ કર્યો અને પછી પીડિતાને ત્યાં જ છોડીને જતા રહ્યા. જ્યારે પીડિતાએ બૂમો પાડી તો તેમની બૂમો સાંભળીને અમુક લોકો તેમને તેમના ઘરે મૂકી ગયા.

ઘટના સમયે માતા પિયર ગયાં હતાં અને બંને ભાઈ મજૂરી માટે બહાર હતા.

બે મહિનાનો ગર્ભ



બે મહિનાનો નેહાનાં માતા અનુસાર મોટા ઑફિસર (SP)ના આદેશ પર બે દિવસ બાદ રિપોર્ટ લખવામાં આવ્યો. જ્યારે એક માસ બાદ બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી. નેહાના મેડિકલ રિપોર્ટથી ખબર પડી કે તેમને બે મહિનાનો ગર્ભ છે.

16 વર્ષનાં નેહા શરીરથી નબળાં છે, પાછલા એક વર્ષથી તેઓ જે મનોદશામાંથી પસાર થયાં છે તેના કારણે તેમની હાલત વધારે ખરાબ થઈ ગઈ છે. દિવસે તેઓ ખૂબ રડે છે, ગુમસૂમ બેઠાં રહે છે.

બાળકના જન્મ બાદ માતાને વધુ પોષણની જરૂરિયાત હોય છે, ઘણી દવાઓ, રસીની જરૂરિયાત હોય છે, પરંતુ નેહા અને તેમના બાળકને તે નથી મળી શકી રહ્યું. આ ઘરમાં એટલી ગરીબાઈ છે કે નેહાનાં માતા દસ દિવસ પહેલાં અડધો કિલો અડદની દાળ ખરીદીને લાવ્યાં હતાં જેથી નેહાને બનાવીને ખવરાવી શકે, જ્યારે મજૂરી નથી મળતી ત્યારે આ પરિવારે લૂખુંસૂકું ખાઈને જ પેટ ભરવું પડે છે.

નેહાનાં માતા પગે પહેરેલી ચાંદીની પાયલ તરફ ઇશારો કરીને કહી રહ્યાં હતાં, "આ વેચીને નેહા માટે ખાવા કંઈક પોષણક્ષમ આહાર લાવીશું, તેને દૂધ નથી આવી રહ્યું, તેથી બાળકીને પાઉડરવાળું દૂધ પીવડાવી રહ્યા છીએ."

સમાધાન કરવાનું દબાણ




પહેલી વાર ઘટના (રેપ) થયો ત્યારે જ રિપોર્ટ કેમ દાખલ ન કરાયો?

રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ પંચનાં સભ્ય ડૉ. સુચિતા ચતુર્વેદી આ મામલામાં કહે છે, "મને તમારા મારફતે આ મામલાની જાણકારી મળી છે."

"હું પરિવારને દરેક સરકારી યોજનાનો લાભ મળે તેની પૂરેપૂરી કોશિશ કરીશ. પીડિતાની સહતમિથી જન્મેલી બાળકીને અમે શિશુગૃહમાં રાખીશું."

નિયમાનુસાર પારિવારિક લાભ યોજના અંતર્ગત પીડિતાનાં માતાને 30 હજાર રૂપિયા મળવા જોઈએ.

પહેલી વાર ઘટના (રેપ) થઈ ત્યારે જ રિપોર્ટ કેમ દાખલ ન કરાયો? આ પ્રશ્નના જવાબમાં માતાએ કહ્યું કે, "દીકરીએ મને તરત જણાવ્યું હતું, પરંતુ હું પોલીસ સ્ટેશન એટલા માટે ન ગઈ કારણ કે એ છોકરો પોલીસનો ઇન્ફૉર્મર હતો, ઊંચી જાતિનો છે."

"મને લાગ્યું કે અમે તેનું કંઈ બગાડી નહીં શકીએ, બદનામી અમારી છોકરીની જ થઈ હોત તેથી અમે વાત દબાવી દીધી. જ્યારે તેણે ફરી વાર પોતાના મિત્ર સાથે મળીને આવું જ કામ કર્યું ત્યારે પોલીસ સ્ટેશનમાં FIR કરાવી."

નેહાનાં માતાએ આગળ જણાવ્યું, "પોલીસ સ્ટેશનમાં જ્યારે FIR નહોતી લખાઈ ત્યારે SP સાહેબને જણાવ્યું. ત્યારે બે દિવસ બાદ ફરિયાદ લખાઈ. અમને સમાધાન કરવા માટે દબાણ કરાઈ રહ્યું છે, પરંતુ અમે સમાધાન નહીં કરીએ."

ગર્ભપાતની અનુમતિ ન મળી



ન્યાયિક પ્રક્રિયામાં મોડું થતાં ન મળી ગર્ભપાતની મંજૂરી

બે જાન્યુઆરી, 2021ના રોજ દાખલ કરાયેલ રિપોર્ટમાં IPCની કલમ 354 અને 452 લગાવાઈ હતી. બાદમાં તેમાં ગૅંગરેપ, પૉક્સો અને અનુસૂચિત જાતિની કલમો ઉમેરવામાં આવી.

દેશમાં દલિત સમુદાય સાથે કામ કરનારા એક સંગઠન 'દલિત વિમેન ફાઇટ'નાં સભ્ય શોભના સ્મૃતિ કહે છે, "પોલીસ સ્ટેશનમાં કોઈ પગલાં નહીં લેવાય એ બીકના કારણે દલિત સમુદાયના મોટા ભાગના મામલા ત્યાં સુધી પહોંચતા જ નથી. પ્રશાસનની બદતર વ્યવસ્થા સમાજનાં મહેણાં અને લોકલાજના ભયથી ઘણા મામલા દબાવી દેવામાં આવે છે. જો આ મામલામાં પ્રશાસન સક્રિય હોત તો પીડિતાના પરિવારજનોની સહમતિથી શરૂઆતમાં જ ગર્ભપાત કરાવી શકાયો હોત."

જાન્યુઆરી 2020માં કેન્દ્રીય મંત્રિમંડળે મેડિકલ ટર્મિનૅશન ઑફ પ્રેગનન્સી ઍક્ટ, 1971માં ગર્ભપાત કરાવવા માટે વધુમાં વધુ સીમા 20 અઠવાડિયાંથી વધારીને 24 અઠવાડિયાં (પાંચ મહિના) કરવાની અનુમતિ આપી દીધી હતી. તેમ છતાં નેહાનો ગર્ભપાત ન થઈ શક્યો.

નેહાનાં માતાએ જણાવ્યું, "જ્યારે મને એ વાતની જાણ થઈ કે મારી દીકરી ગર્ભવતી છે તો અમે તરત જ તેનો ગર્ભપાત કરાવવાનો પ્રયાસ કર્યો. કોર્ટમાં લખીને પણ આપ્યું પણ ગર્ભપાતની અનુમતિ ન મળી."

ચાર્જશીટ દાખલ થઈ ગઈ



બાળકીનું DNA ટેસ્ટ ન થઈ શક્યું

પીડિતાનાં માતાનું કહેવું હતું, "આ ઘટના બાદથી અત્યાર સુધી મારી દીકરીની ખબર પૂછવા પણ કોઈ અધિકારી નથી આવ્યા."

"જે દિવસે દીકરીએ એક બાળકીને જન્મ આપ્યો એ દિવસે પણ અમે પોલીસને સૂચના આપી હતી તો તેમણે કહ્યું કે હવે આમાં તેમની કોઈ જવાબદારી નથી. કોઈ પરેશાની આવે તો જણાવજો."

જ્યારે અમે બઘોલીના ડેપ્યુટી પોલીસ સુપરિન્ટેન્ડન્ટ સાથે ફોન પર વાત કરી તો તેમણે જણાવ્યું, "આ મામલામાં ચાર્જશીટ દાખલ થઈ ગઈ છે. બંને આરોપીઓ જેલમાં બંધ છે."

તેમણે આગળ કહ્યું, "મેં પ્રયત્ન કર્યા હતા કે આ બાળકીનું DNA ટેસ્ટ કરાવવામાં આવે. જેથી આ બાળકી કોની છે તે ખબર પડી શકે. કારણ કે બે આરોપીઓ છે. પરંતુ કોર્ટે કહ્યું કે ચાર્જશીટ દાખલ કર્યા બાદ DNA તપાસ ન થઈ શકે."

હરદોઈ જિલ્લાના ચાઇલ્ડ વેલફૅર કમિટીના ભૂતપૂર્વ ચૅરપર્સન શિશિર ગૌતમે, જેઓ 27 જુલાઈ, 2021ના રોજ પોતાના પદથી મુક્ત થઈ ગયા છે, તેમણે ફોન પર જણાવ્યું કે, "અમારા ત્યાં બે હજાર ફાઇલો આવે છે. રેકૉર્ડ ચૅક કરીને આપને જણાવી શકીશ કે આ મામલો આવ્યો છે કે નહીં. જો પૉક્સો કેસ હશે તો જરૂર મામલો આવ્યો હશે."

પીડિતાની ડિલિવરી બાદ તમારા તરફથી શું મદદ કરવામાં આવી?

આ પ્રશ્નના જવાબમાં શિશિર ગૌતમે જણાવ્યું, "જો અમારી તરફથી કોઈ મદદ પૂરી ન પડાઈ હોત તો પીડિતાનું 164નું નિવેદન કઈ રીતે થાત. જો બાળક પોતાનાં માતાપિતાની કસ્ટડીમાં છે તો એવો કયો કાયદો છે જેનાથી અમે બાળકને તેનાં પ્રાકૃતિક માતાપિતાની કસ્ટડીમાંથી હઠાવી શકીએ, એ જણાવશો જરા."

પોલીસ પર આરોપ



આ કેસમાં પોલીસ પર બેદરકારીનો આરોપ પણ લાગ્યો છે

નેહાના પિતા પોતાની જાતને કોસે છે, "મહેનત મજૂરી કરીને પરિવારનું ભરણપોષણ કરવું મુશ્કેલ છે. જ્યારથી આ કેસ થયો છે ત્યારથી ઘણા પૈસા ખર્ચ થઈ રહ્યા છે, કોઈ પણ જગ્યાએ વગર પૈસે કામ નથી થતું. બે-ત્રણ બકરી-બકરા હતાં, તે પણ વેચાઈ ગયાં."

જોકે ઉત્તર પ્રદેશમાં રાજ્ય સરકાર તરફથી નેહાના પરિવારને થોડું વળતર મળ્યું છે.

આ કેસમાં પોલીસ પર બેદરકારીનો આરોપ પણ લાગ્યો છે.

વકીલ રેનૂ મિશ્રા જણાવે છે કે, "આ કેસમાં ઘણી બધી બેદરકારી આચરવામાં આવી છે. પુનર્વસન માટે મળતી રાહત રાશિ FIR બાદ તરત મળવી જોઈએ, જેમાં મોડું થયું. આ કેસમાં ચાઇલ્ડ વેલફૅર કમિટીની જવાબદારી હતી કે તેઓ સગીરાની સતત કાઉન્સેલિંગ કરે જે નથી કરાઈ."

રેનૂ મિશ્રા કહે છે કે, "જો સમયસર કોર્ટનો આદેશ મળી ગયો હોત અને તમામ કાયદાકીય કાર્યવાહી પૂરી થઈ જાત તો પીડિતાનો સરળતાથી ગર્ભપાત થઈ ગયો હોત. આ ગંભીર બેદરકારીનો મામલો છે. આ કેસને પોલીસે અત્યંત ગંભીરતાથી લેવો જોઈતો હતો, જે નથી થયું."


આરોપીઓને ફસાવવામાં આવ્યા



આરોપીઓના પરિવારજનોનો આરોપોથી ઇનકાર

મુખ્ય આરોપીના પિતા કહે છે કે, "અમારા ક્ષેત્રમાં ગેરકાયદેસર દારૂ વિપુલ પ્રમાણમાં બને છે. ક્ષેત્રના લોકો તેની માહિતી પોલીસ સુધી પહોંચાડવાની પ્રવૃત્તિથી પરેશાન હતા. આ કારણે જ તેને ખોટા કેસમાં સંડોવવામાં આવ્યો છે. હું DNA ટેસ્ટની માગ કરું છું, જો રિપોર્ટમાં અમારા દીકરાનું બાળક ન નીકળ્યું તો અમે તેમને (પીડિત પરિવાર)ને ક્યારેય જેલમાંથી બહાર નહીં નીકળવા દઈએ."

તેઓ કહે છે કે, "જો અમારો દીકરો દોષી નીકળ્યો તો તેને સજા મળે. જો તે દોષી નથી તો તે પરિવારને સજા સ્વરૂપે એવો સબક મળે કે કોઈને ખોટી રીતે ફસાવવો પણ ગુનો છે."

બીજો આરોપી પરિણીત છે, તેમની દોઢ વર્ષની બાળકી છે. બીજા આરોપીનાં પત્ની ગામનાં આંગણવાડી કાર્યકર્તા પણ છે.

તેઓ કહે છે કે, "જે દિવસે ઘટના બની ત્યારે મારા પિતા મારી સાથે સાસરીયે ગયા હતા, મિત્રતાના ચક્કરમાં મારા પતિનું નામ આવ્યું છે."










વિવાન

તુ ભલે હવે નથી રહ્યો!

પણ તારી સાથે જે ભેદભાવ કરવામાં આવ્યો છે તે યાદ રહેશે. હું જાણતો હતો કે લોકો સમાજમાં ભેદભાવ કરે જ છે પણ સાવ આવું નાના ભૂલકા પ્રત્યે પણ આવી નફરત રાખે છે જે બાળકો ભગવાન સમાન નિર્દોષ હોય છે.


અરે તમે મોટા મોટા સમાજના ઠેકેદારો ને દિલ જેવું છે કે નહી કે પછી રાક્ષસ બની ગયા છો. રામાયણ, મહાભારત જેવા મહાન પુસ્તકોની ટીવી પર સિરીયલ જોવો છો.


તો એ મહાન પુસ્તકોના વિચારો તો જીવનમાં ઉતારો..
તમારી માનસિકતા શું છે ખબર છે તો જાણો બસ પોતાનો ફાયદો કઈ રીતે કરવો? 


સમય બળવાન છે. ધ્યાનથી સમાચારની ચેનલ જૂઓ ત્રીજી લહેરની શરૂઆત થઈ ગઈ  છે... 

 માણસ જોડે જાતીવાદ કરી શકો છો પણ કુદરત જોડે નહી કરી શકો. ...
 ભગવાન કરે તમારા બાળકો ને ધૈર્યરાજ જેવી મદદ મળે..!🙏

मुजफ्फरपुर बालीका गुर्ह

 

 आंटी कहती थी ‘कीड़े की दवाई’ है और खाना में मिला कर देती थी. दवा खाते ही नींद आने लगती थी. सुबह को जब आँख खुलती थी तो हमारे कपड़े फ़र्श पर फेंके हुए दिखते थे. हम नंगे होते थे बिस्तर पर.

 ⁃ ब्रजेश अंकल हम को अपने ऑफ़िस में ले जाते थे. वहाँ जा कर हमारे प्राइवेट पार्ट को इतने ज़ोर से स्क्रैच करते थे कि ख़ून निकल आता था.

 ⁃ खाना खिला कर हमें ब्रजेश अंकल के रूम में ज़बरदस्ती भेजा जाता था. वहाँ रात को कोई मेहमान आने वाला होता था.

 ⁃ जब हम गन्दा काम (सेक्स) के लिए मना करते थे तो हमारे पेट पर आंटी लात से मारती थी.

 ⁃ हमें कई रोज़ भूखा रखा जाता था. खाना माँगने पर गर्म तेल और गर्म पानी हम पर फेंक देती थी आंटी.


ऊपर लिखी बातें किसी कहानी का हिस्सा नहीं है. ये कल यानि शनिवार को मुज़फ़्फ़रपुर के ‘सेवा संकल्प बालिका गृह’ में हुए बलात्कार पीड़िता बच्चियों ने अपने टेस्टिमोनी में कहा है. जिन बच्चियों ने बातें कहीं हैं उनकी उम्र सात से दस साल के बीच है.


जब भी सोचती हूँ कि बलात्कार पर अब एक शब्द लिख कर ख़ुद को जाया नहीं करूँगी तब कुछ न कुछ ऐसा घटता है कि मन चित्कार कर उठता है.


मैं सोच नहीं पा रही हूँ कि वो बच्चियाँ जो माँ-बाप से बिछड़ गयी या जो अनाथ हैं, उन्हें आप एक सुरक्षित माहौल देने का वादा कर एक घर में ले आते हैं और फिर उनका बलात्कार. छी!


और बलात्कार भी कहाँ हो रहा था?


एक ऐसे कैंपस में जिसके बग़ल से क्रांति के ‘प्रातःकमल’ अख़बार छप कर निकल रहा है.


बलात्कार कर कौन रहा था?


‘प्रातः कमल’ का मालिक ब्रजेश ठाकुर.


कौन हैं ये ब्रजेश ठाकुर आइए आपको इनके बारे में थोड़ा डिटेल से बताते हैं.


आदरणीय ब्रजेश ठाकुर जी मालिक हैं, हिंदी अख़बार ‘प्रातःकमल’ उर्दू अख़बार ‘हालात-ए-बिहार’ और अंग्रेज़ी अख़बार ‘न्यूज़ नेक्स्ट’ के.


इसके अलावा वो समाज सेवा के लिए लड़कियों और महिलाओं के उत्थान  के लिए पाँच ‘शेल्टर होम’ चलाते हैं.


जिसके लिए उन्हें बिहार सरकार से एक करोड़ रुपए की अनुदान राशि मिलती है. 


जिसमें से मुज़फ़्फ़रपुर शॉर्ट स्टे होम के लिए उन्हें 40 लाख अलग से मिलता है.


इतना ही नहीं ठाकुर जी एक वृद्धाश्रम भी चलाते हैं जिसके लिए 15 लाख सरकार की तरफ़ से मिलता है. और ‘सेल्फ़ हेल्प कम रहबिटेशन’ के नाम पर 32लाख ऊपर से और.


अब आप ख़ुद ही अंदाज़ा लगाइए कि ऐसे रसूखदार आदमी के सामने किसी की भी हिम्मत है कि वो एक शब्द भी बोल सके.


बालिका गृह के आस-पास रहने वाले लोग बोलते है कि उन्हें बालिका गृह के अंदर से चीख़ने-रोने की आवाज़ें आती थी. मगर ब्रजेश ठाकुर के रौब के आगे वो कुछ पूछने तक की हिमाक़त नहीं कर सकते थे.


ब्रजेश ठाकुर के पहुँच का अंदाज़ा इसी से लगा लीजिए कि अभी उसका ये बालिका गृह सील हुआ है और अभी ही ‘भिखारियों के शेल्टर होम’ के लिए सरकार की तरफ़ से उसे टेंडर मिला है.


जिसके तहत हर महीने उसे एक लाख रुपय मिलेंगे.


मेरे इस लेख लिखने का कोई फ़ायदा नहीं है. मैं जानती हूँ. क्यूँ?


क्यूँकि जिनको ब्रजेश ठाकुर जैसे दरिंदे के ख़िलाफ़ करवाई करनी चाहिए वो तो उसके गोद में जा बैठे हैं.


वैसे भी किसको पड़ी है उन अनाथ लड़कियों की. देश में हर दिन हज़ारों बलात्कार होते हैं. क्या हुआ जो 34 और लड़कियों का हो गया.


कम से कम वो ज़िंदा तो है. 

😡😡😡😡😡😡😡😡😡😡😡

लिखने वाले ने अपनी जिम्मेदारी निभाई अब हमारी बारी है..

अगर हम इस घटना पर चुप बैठे रहे, इन बच्चियों को इंसाफ़ दिलाने के लिये अपने हिस्से की भी कोशिश न कर सके तो हमारा इंसान होना व्यर्थ है.. जहाँ भी हैं बाहर निकलिए सड़कों पर, नहीं निकल सकते तो फेसबुक व्हाट्सएप पर लगातार इस मुद्दे को उठाईये. सरकार तक अपनी आवाज़ पहुंचाईये, सवाल पूँछिये, जवाब मांगिये नीतीश बाबू से कि उनकी नाक के नीचे ये सब कैसे चलता रहा..!!!

                                                            लेखक - रविन्द्र बारोट


रविवार, 8 अगस्त 2021

નીરજ ચોપડા🥇

 

🏅ગોલ્ડન બોયની ઐતિહાસિક જીત:જે જર્મન એથ્લીટે કહેલું કે નીરજ મને સ્પર્શી પણ નહીં શકે, એ 3 થ્રો પછી બહાર ફેંકાયો.. 🏅નીરજ ચોપરાએ એક વર્ષથી તેનો મોબાઈલ ફોન બંધ રાખેલો, ફક્ત માતા સાથે વાત કરવા જ ચાલુ કરતો મેડલ જીતવા માટે તેણે ઘણો સંઘર્ષ કર્યો છે અને ત્યાગ આપ્યો છે. ટોક્યો ઓલિમ્પિકમાં કોરોનાને લીધે એક વર્ષ વિલંબ થતા નીરજને ફાયદો થયો.. આજે ભારત માટે ખરેખર સોનાનો સૂરજ ઉગ્યો છે. વાત જાણે એમ છે કે, પાણીપતના ૨૩ વર્ષીય જાંબાજે જાપાન ખાતે ચાલી રહેલી ઓલમ્પિકમાં 'સોનું' જીત્યું છે.

 આ જેવી-તેવી વાત નથી. આ ઘટના ભારત માટે અસામાન્ય છે! અસામાન્ય એટલા માટે કે, રમતોના શંભુમેળા જેવી ઓલમ્પિકમાં ભારતને કોઈ ખેલાડી દ્વારા મળેલો ઓલમ્પિક ઇતિહાસનો આ બીજો ગોડલ મેડલ છે. જૈવલિન થ્રો અર્થાત્ ભાલાફેંકમાં નીરજ ચોપરાએ આ કમાલ કર્યો છે. આ રમતમાં તો નીરજ એકમાત્ર ભારતીય છે જેણે ગોલ્ડ મેડલ મેળવ્યો છે. ૧૨ વર્ષનો ઇન્તજાર આજે ખતમ થયો: ૨૦૦૮નું વર્ષ હતું અને ઓલમ્પિક યોજાઈ હતી ચીનનાં બીજિંગમાં. એ વખતે ૧૦ મીટર પિસ્તોલ શૂટિંગમાં અભિનવ બિન્દ્રાએ ભારતને સુવર્ણચંદ્રક અપાવ્યો હતો. બસ, તે ઘડી ને આજનો દિ'...૧૨ વર્ષનાં વહાણાં વાઈ ગયાં પણ ભારતને એક પણ ગોલ્ડ ના મળ્યો. 

આજે એક રીતે કહો તો નીરજ ચોપરાએ ભાલાફેંકની રમતમાં એ ભાલો એ મહેણાંની છાતીમાં ભોંક્યો! ફેંક જહાઁ તક ભાલા જાએ!: જાપાનની રાજધાની ખાતે ચાલી રહેલી 'ટોક્યો ઓલમ્પિક-૨૦૨૦'માં જૈવલિન થ્રો(ભાલાફેંક)ની રમતની ફાઇનલમાં નીરજની રાહ આસાન તો હતી જ નહી. પ્રતિસ્પર્ધીઓ પણ ગંજાવર હતા. ટોટલ ૬ રાઉન્ડની ફાઇનલ રમતમાં નીરજનો ભાલો આજે નવા જોશ સાથે ફેંકાતો રહ્યો. એમાંયે બીજા રાઉન્ડમાં તો નીરજે કમાલ કરી દીધો. ભાલો ફેંક્યો તે છેક ૮૭.૫૮ મીટર છેટે જઈને જમીનને અડ્યો! અન્ય કોઈ હરીફ આ રેકોર્ડને આંબી શક્યો નહી. હાલ આખો દેશ નીરજને વધામણીઓ આપી રહ્યો છે. ક્રિકેટ સિવાય બીજી રમતે પ્રત્યે નીરસ રહેલા ભારત માટે આ સિદ્ધિ બહુ મોટી છે. અભિનવ બિન્દ્રા બાદ નીરજ ચોપરાએ સીંધી આપેલો આ રસ્તો ભવિષ્યમાં અનેક ભારતીય યુવાનોને પ્રેરિત કરશે એ પણ વણશંકાની વાત છે. મનમાં વારે-વારે એક બંધબેસતી પ્રખ્યાત પંક્તિ યાદ આવે છે આજે નીરજે એ ભાલો ફેંક્યો છે. આર્ટિકલ પસંદ પડ્યો હોય તો શેર કરીને ખુશખબરી આપના મિત્રોને પ4ણ આપજો. ક્રિકેટ સિવાય આવું પણ દુનિયામાં છે એ જણાવજો.💯✌

લેખક ~ રવિન્દ્ર બારોટ

Featured Post

कैप्सुला मुंडी

  इटली का अनोखा प्रोजेक्ट: 'कैप्सुला मुंडी' – मौत का नया हरा-भरा अंदाज़ क्या आप सोच सकते हैं कि मौत के बाद भी इंसान का हिस्सा प्रकृत...