मंगलवार, 10 अगस्त 2021

ભાજપ જ જીતવાનુ એનાં અનેક કારણો છે

 મોદીજી પ્રધાનમંત્રી બન્યા

પછી

ભારતમાં સોનાનો

સૂરજ ઉગી ગયો છે


લોકો પાસે ચિક્કાર આવક-સુખ-સાહ્યબી અને રૂપિયાની તો 

રેલમછેલ થઇ ગઈ છે


દુકાનોમાં ઘરાકી ઉમટી છે


નોટબંધી પછી

ભ્રષ્ટાચાર - આતંકવાદ

નેસ્તનાબૂદ થઇ ગયા છે


જીએસટી

(વન નેશન વન ટેક્ષ) પછી ભારતીયોએ

માત્ર એક જ ટેક્ષ ભરવો પડે છે

ટોલટેક્ષ

આરટીઓ

એજ્યુકેશન

પ્રોપર્ટી

સ્ટેમ્પડ્યૂટી

ફ્યુઅલચાર્જ

હાઉસટેક્ષ

એંટરટેનમેંટ ટેક્ષ

સરચાર્જ

પાણીવેરો જેવા

અસંખ્ય ટેક્ષ તો

સમૂળગા બંધ જ થઇ ગયા છે


સ્વીસબેંકના બેનામી  કાલાબજારીયાઓ સહીત વિજયમાલ્યા

નીરવ મોદી

લલિત મોદી

મેહુલ ચોક્સી વગેરે તો

જેલની કાળી કોટડીમાં

ચક્કી પીસી રહ્યા છે


દાઉદનું કોઇને ખબર

સુધ્ધાં ન પડે એમ

એન્કાઉન્ટર થઇ ગયું છે


શેરબજારમાં રોકાણકારો કરોડપતિ થઇ ગયાં છે

અને એમને તો ઘી કેળાં છે

ઘી કેળાં


વાયદાબજાર તો ભડકે

બળી રહ્યું છે


કારખાના અને ફેક્ટરીઓ

રાત દીવસ ચાલુ રાખીએ છીએ છતાં ડિમાન્ડને પહોંચી નથી વળાતુ


નાના કારખાનેદાર અને

છૂટક વેપારીઓ તો

ન્યાલ થઇ ગયા છે


ખેડૂતોની આવકો વધી જવાને કારણે શહેરીજનો

ગામડાંમાં ખેતી તરફ વળી રહ્યા છે


ગારમેન્ટ-ડાયમંડ અને

જ્વેલર્સ તો ન્યાલ થઇ ગયા છે


નોકરીઓમાં તો સેલેરી

એડવાન્સ અને સેલેરી કરતાં ઓવરટાઇમ વધુ મળી રહ્યો છે


યુવાનોને તો ગ્રેજ્યુએટ થાય

એ પહેલાં તો કેમ્પસમાં

કંપનીઓ એપોઇન્ટમેન્ટ આપી દે છે


વ્યાજ અને ધીરધાર કરનારા

તો લમણે હાથ દઈને

નવરાધુપ બેઠા છે


જીવન જરૂરી દરેક વસ્તુઓ

સસ્તી થઇ ગઈ છે


શાકભાજી-દૂધ-તેલ-પેટ્રોલ, ડીઝલ-વીજળી-રીક્ષા-બસ

અને ટ્રેનનાં ભાડા

આટલાં સસ્તાં જોયા જ નથી


ટેક્ષ તો ભરવો જ નથી પડતો


એજ્યુકેશનમાં ડોનેશન

કોઇ લેતું જ નથી


શિક્ષણ તો સાવ મફત થઇ ગયું છે


લોન તો લેવી જ પડતી નથી


બેંકની ક્રેશ ક્રેડીટ લીધે તો

છ વર્ષ થઇ ગયાં


કોઇને દેવું જ નથી


બેંકો ડિપોઝીટથી ઉભરાય છે

અને હવે બેંકો ડીપોઝીટ લેવાની જ ના પાડે છે



ડૉલર રાઇ જેટલો અને

રૂપિયો હિમાલય જેટલો થઇ ગયો છે


ભારતનું દેવું સંપૂર્ણ ચૂકતે થઇ ગયું છે


રામ રાજ્ય આવી ગયું

સરકારી કચેરીઓમાં


ભ્રષ્ટાચાર બિલકુલ બંધ થઇ ગયો છે


રોડ-બ્રિજ તો એટલા મજબૂત બનાવ્યા છે કે

એક નહીં વીસ ઇંચ વરસાદમાં પણ

ગુજરાતમાં 20 વર્ષથી

એક પણ રોડ ધોવાયેલો કે

બ્રિજ તૂટેલો પ્રજાને જોવો નથી પડ્યો


દૂધની નદીઓ વહી રહી છે


સ્ત્રીઓ પર

બળાત્કાર-ખૂન-અપહરણ-લૂંટના બનાવો બનતા જ નથી


કાશ્મીરમાં કે ચીન સરહદે કોઇ જવાન શહીદ થતો જ નથી


ગાયમાતાઓ તો એકદમ લીલાલહેર ભોગવી રહી છે


હાઇ એજ્યુકેશન માટે

વિદેશીઓ અહીં આવવા લાગ્યા છે


મેડીકલ ટ્રીટમેન્ટ સાવ સસ્તી અને સત્વરે મળી જાય છે


કોઇ સ્કીમ ખાલી રહેતી જ નથી


સરકારી નોકરીઓ તો ઉભરાય છે


સરકારી નોકરીઓમાં આઠમું પગારપંચ પહેલે દીવસથી

નોકરી જોઇન કરો એટલે

તરતજ મળતું થઇ જાય છે


ભારતનાં એરપોર્ટ

કૉલ ઇન્ડિયા

રેલ્વે

એલઆઇસી

ઍર ઇન્ડિયા

ઓએનજીસી

બીએસએનએલ જેવી

કંપનીઓ લગભગ વેચી નાખવાથી ભારત શ્રીમંત કહેવાશે


ભારતના જવાનોને જોઇ પાકીસ્તાનના સૈનિક

શરણે થઇ જાય છે

અને હા

ચીને તો ઘૂંટણે પડી

ડોકલામ સુધી રસ્તો

આપ્યો છે


કોરોનાની વેક્સિનના બંને ડોઝ તો ઘર બેઠા સરકાર આપી જાય છે


કોરોનામાં બધી જ

હોસ્પિટલોએ મફત સારવાર કરી છે


ઓક્સિજનની અછત ભારતમાં હતી જ નહીં

જે લોકો મૃત્યુ પામ્યા

એ ઓક્સિજનના

ઓવરડોઝના કારણે થયાં છે


રોજ જે આત્મહત્યાઓ થાય છે એ ભારતમાં વર્તમાન શાસનમાં અતિશય

શ્રીમંતાઇથી કંટાલીને લોકો કરી રહ્યા છે

🤓😛😜😝🤪

कोई टिप्पणी नहीं:

एक टिप्पणी भेजें

Featured Post

कैप्सुला मुंडी

  इटली का अनोखा प्रोजेक्ट: 'कैप्सुला मुंडी' – मौत का नया हरा-भरा अंदाज़ क्या आप सोच सकते हैं कि मौत के बाद भी इंसान का हिस्सा प्रकृत...