मंगलवार, 3 अगस्त 2021

સંડાસ શબ્દ ની ઉત્પતી કેવી રીતે થઈ?

 ઘણા વર્ષ પહેલા ગોરાઓ જયારે ભારતમાં આવ્યા ત્યારની આ વાત છે!🤔

ત્યારે ગોરાઓ રોજ જોતા હતા કે સૂર્યોદય થાય ત્યારે બધા ભારતીયો પાણી ભરેલો લોટો લઈ ને ગામની બહાર ફુલ સ્પીડ માં દોડતા દોડતા જાય...!😄

ગોરાઓને કંઈક પ્રથા જેવું લાગ્યું🤭✌

અને આ પ્રથા નો સંબંધ સૂર્યોદય સાથે હોવાથી અને બધા જ ભારતીયો લોટો લઈ ને હાલત ડુલતા દોડી ને જતા હોવાથી ગોરાઓ એ આ ક્રિયા Sun Dance એવું નામ આપ્યું...!🤣

અમૂક દિવસ પછી ગોરાઓને આ ક્રિયા પાછળની વાસ્તવિકતા ખબર પડી, પણ ભારતના લોકોને આ કામને આપવામાં આવેલું નામ સન ડાન્સ બહું જ ગમી ગયું અને એ જ નામ ચાલું રાખવામાં આવ્યું!👌

એ જમાનામા ધણા બધા લોકો અભણ હોવાથી ધીમે ધીમે સન ડાન્સનો અપભર્ષ્શં થઈને આજે વાપરવામાં આવે છે 🤗

એ સંડાસ શબ્દની ઉત્પત્તિ થઈ હોય એવું લાગે છે!😝

सोमवार, 2 अगस्त 2021

વિકાસ જોઈએ કે લોકશાહી?🤔

 ચાલો, આપણે નાગરિક સભાનતા થકી ન્યાયની ઝૂંબેશમાં જોડાઈએ !



અમદાવાદમાં ‘ખેત ભવન’ ખાતે 2 એગષ્ટ 2021 ના રોજ સાંજે બે કલાકની પ્રથમ બેઠકમાં 20 જેટલા સામાજિક કાર્યકરો હાજર રહ્યા હતા. હવે પછીની બેઠકમાં 200 અગ્રણી નાગરિકો જોડાશે. સૌએ ચિંતા વ્યક્ત કરી કે રાજ્યમાં અને દેશમાં લોકશાહીને ખતમ કરવામાં આવી રહી છે. તાનાશાહી છે. સત્તાની આલોચના કરો તો જેલમાં પૂરે છે.

નાગરિક અધિકારનો ભોગ લેવાય છે. નાગરિક હક્કોના ભંગ સામે/ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવે તેનો જ ભોગ લેવાય છે; તેને સહન કરવું પડે છે. સજ્જનોને ત્રાસ છે અને દુર્જનોને લીલાલહેર છે ! સત્તાપક્ષ સરકારી જાહેરાતો દ્વારા જૂઠ્ઠું ચિત્ર રજૂ કરે છે અને ટેક્સના કરોડો રૂપિયા વેડફે છે !

ઉપાય શું? [1] માનવ અધિકાર/સ્વતંત્રતા/સમાનતા/સામાજિક ન્યાય ક્ષેત્રે કામ કરતા સૌ સંગઠિત થાય.[2] સ્વચ્છ છબી ધરાવતા અને સમાજસેવા પ્રત્યે સમર્પિત લોકોને જોડવા  જોઈએ. સેક્યુલર/માનવવાદી લોકોએ એકત્ર થઈને ‘સંયુક્ત નાગરિક સંગઠન’ની રચના કરવી જોઈએ. જેમાં શહેરો/જિલ્લાના પ્રતિનિધિઓનો સમાવેશ કરવો જોઈએ. તેમાં પ્રતિષ્ઠિત સંસ્થાઓ/NGO/સંગઠનોને સામેલ કરવા જોઈએ. સમાજના અગ્રણીઓ/લેખકો/પત્રકારો/ડોક્ટર/પ્રોફેસર વગેરેને જોડવા જોઈએ. [3] સંયુક્ત નાગરિક સંગઠનનો પ્રભાવ પડે; એકાદ વ્યક્તિનો નહીં. લોકશાહીમાં પ્રેશર ગૃપથી જ કામ થઈ શકે. [4] બંધારણીય મૂલ્યોમાં માનતા હોય/માનવમૂલ્યોમાં માનતા હોય તેવા સંગઠનોને એક નેજા હેઠળ એકત્ર કરવા. [4] સત્તાપક્ષ પાસે રાક્ષસી તાકાત છે; ધનકુબેરો છે, પોલીસ છે, જેલ છે, આખું તંત્ર છે. સત્તાપક્ષની ખોટી નીતિઓનો વિરોધ અહિંસક અને શાંતિપૂર્વક રીતે કરવાનો દરેક નાગરિકને હક્ક છે. આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લક્ષ્યમાં લઈને સાથે બેસી એક્શન પ્લાન ઘડવો પડે. [5] યુવાનો/વિદ્યાર્થીઓને જોડવા પડે. સોશિયલ મીડિયા થકી જાગૃતિ પ્રગટાવવા ઝૂંબેશ કરવી પડે. નાની પુસ્તિકાઓ દ્વારા માનવવાદી વિચારો લોકો સુધી પહોંચાડવા પડે. [6]  આદિવાસીઓ/દલિતો/વંચિતો/ખેડૂતો/શ્રમિકોના પ્રશ્નો ઉઠાવવા પડે. જેનું કોઈ નહીં; તેની પડખે નાગરિક સંગઠન; એ નીતિ હોવી જોઈએ. [7] ભ્રષ્ટાચાર સામે ઝઝૂમનારને/નાગરિક હક્કોની-માનવ હક્કોની લડત ચલાવનારને સમર્થન આપવું જ જોઈએ; હૂંફ આપવી જ જોઈએ. જો આમ નહીં થાય તો લોકશાહી બચી શકે નહીં. [8] નાગરિક સંગઠનને લોક સ્વીકૃતિ ત્યારે જ મળે જ્યારે સંગઠન સાથે જોડાનાર ચૂંટણી ન લડે. [9] મફત શિક્ષણ/મફત આરોગ્ય સેવા/અસામાજિક તત્વો અને ભ્રષ્ટાચારથી સુરક્ષા વગેરે લોકોને પીડા આપતા મુદ્દાઓ અંગે ‘કોમન એજેન્ડા’ ઘડવો જોઈએ.


સવાલ એ છે કે વિકાસ જોઈએ છે કે લોકશાહી? એવો વિકાસ શું કામનો જેમાં નાગરિક હક્કો જ ન હોય? શું આપ નાગરિક સભાનતા પ્રગટાવતા નાગરિક સંગઠન સાથે જોડાવા ઈચ્છો છો? આ અંગે આપના કોઈ સૂચનો છે? કોમેન્ટ/Messenger માં નામ/સંપર્ક નંબર જણાવી શકો છો. ચાલો, આપણે નાગરિક સભાનતા થકી ન્યાયની ઝૂંબેશમાં જોડાઈએ.rs


Ramesh Savani


Copy Paste

Friendship day😍

  "ફ્રેન્ડશીપ ડે" પર છોકરાઓ માટે મારી સલાહ:-😉



1. તમે જે છોકરીને ક્યારેય ફ્રેન્ડ તરીકે જોઈ ન હોય એને ક્યારેય ફ્રેન્ડ ન બનાવાય. તમને મનમાં સહેજ પણ લફડું કરવાની, કે પ્રેમસંબંધ બાંધવાની કે શરીર સંબંધ બાંધવાની આશા હોય ત્યારે તો નહીં જ. છતાં જો ફ્રેન્ડશીપ કરશો તો એ તમારો યુઝ પણ નહીં કરે અને તોય તમારો યુઝ થઈ જશે. 

2. ઘણીવાર છોકરીઓ, "વી આર જસ્ટ ફ્રેન્ડ્સ" એવું કહીને પ્રેમનો પ્રસ્તાવ ટાળી દેતી હોય છે. એવું થાય ત્યારે એ છોકરીને "સોરી, મને ફ્રેન્ડશિપમાં કોઈ રસ નથી" એમ બિન્દાસ કહીને કાયમ માટે ગાયબ થઈ જશો તો એના મગજ પર એક જબરજસ્ત છાપ છોડી જશો. બાકી ફ્રેન્ડશિપના નામે લબડનારા છોકરાઓની પાછળ લાઈન લાગી હોય છે. 

3. છોકરીએ "હા" પાડી કે "ના" પાડી એ બાબતની કોઈ ચર્ચા કે કોઈ મનોમંથન હોવું જ ના જોઇએ. યાર, એ કોણ તમને હા કે ના પાડનાર! તમે "હા કે ના" પૂછો તો આવી બધી અટકળો પેદા થાય ને! સંબંધની શરુઆત એવી હોવી જોઈએ કે જેમાં આવો પ્રશ્ન/પ્રસ્તાવ પૂછનાર સામેવાળી હોય, અથવા બન્નેમાંથી કોઈ ના હોય અને સંબંધનો ઉદ્ભવ સ્વયંભૂ થાય. પણ પૂછનાર તમે તો ન જ હોવા જોઈએ. કદાચ તમારે પૂછવાનું સ્ટેજ આવે તો પણ એ ત્યારે આવવું જોઈએ જ્યારે એનો જવાબ તમને ખબર જ હોય. Sure shot હોવું જોઈએ. 

4. જો છોકરાને છોકરી પ્રત્યે કોઈ વિજાતીય આકર્ષણ ન હોય, અને એ છોકરીને પ્રેમ કરવાનું છોકરો ક્યારેય વિચારતો જ ના હોય તો જ એમની વચ્ચે સાચી ફ્રેન્ડશીપ હોય. એના સિવાયની બધી જ ફ્રેન્ડશિપમાં છોકરો હાથે કરીને લબડેલો છે એમ માની લેવું. 


- નિમિતા શેઠ "યાશી"

रविवार, 1 अगस्त 2021

!! સાહેબનો હોટેલ ખર્ચ અને એમના નેતાઓનો હોટેલ પ્રેમ !!

RTI સાવ નબળો પાડી દેવા છતાં આવી એક માહિતી સામે આવી છે કે સાહેબનો હોટેલ ખર્ચ કોંગ્રેસના નેતાઓ કરતા દસ ગણો છે. કોંગ્રેસ કાળમાં જે ખર્ચ ૧૯ કરોડ હતો તે ખર્ચ સાહેબના યુગમાં ૨૫ કરોડ થઇ ગયો. ખેર! છેલ્લા ૭૦ વર્ષમાં ન થયેલા કામ કરવા અને માસ્ટર સ્ટ્રોક ફટકારવાની ટેવનો એક નવો નાદાર નમૂનો સામે આવ્યો. ભાજપના નેતાઓ અવારનવાર આમ હોટેલોમાં અણીના સમયે કઢંગી હાલતમાં પકડાતા રહ્યા છે. "યુવાનેતા" એક આકર્ષક પદ છે. જે આકર્ષણ આવી કઢંગી હાલતમાં પકડાય છે. વિશ્વાસ નથી આવતો કે આવા ચરિત્રના ભીખારીઓ દેશમાં રામ રાજ્ય લાવશે! 



જે કાયદાનો ઉપયોગ અંગ્રેજો ગાંધીજી અને ભગતસિંહ સામે રાજદ્રોહ બદલ કરતા એ જ કાયદો સાહેબ સામાન્ય લોકો અને પત્રકારો સામે કરે છે. કેટલા પત્રકારો સત્તા સામે પડતા નોકરી કે જીવ ગુમાવી ચૂક્યા છે તેનો સત્તાવાર આંકડા જાહેર થવા જોઈએ. પણ જનતા લાચાર હોય, વિપક્ષ કોમામાં હોય અને મિડીયા અને સાહિત્યકારો ગુલામ અને દલાલ બન્યા હોય ત્યારે દેશને વરવો સાશક મળે એ વાતમાં કોઇ નવાઇ નથી.
અંગ્રેજી સાશન હેઠળના આફ્રિકા ખાતે ગોરા કાળનો કાળો કાયદો પ્રવર્તતો હતો. ત્યાં ગાંધીજીએ લોકોને ભેગા કરી કાયદા નો વિરોધ કરવા સમજાવ્યા. લગભગ દસ હજાર જેટલા સ્ત્રી પુરુષો એક સાથે વિરોધ, ધરણા, પ્રદર્શન અને હડતાલ કરતા. રાત્રે એક સાથે જ ખુલ્લા આકાશ નીચે સુઇ રહેતા. પણ એક પણ વ્યક્તિના મનમાં કામભાવ ઉત્પન્ન ન થતો. અંગ્રેજોએ એના જાસૂસો પણ એ આંદોલનમાં મોકલેલા. કેટલાક અંગ્રેજો ગાંધીજી સાથે મન, કર્મ અને વચનથી જોડાયા હતા. ત્યારબાદ એ જાસુસોનો અંતરાત્મા જાગૃત થયો અને એ પણ ગાંધીજી સમક્ષ કબૂલાત કરી આંદોલનમાં જોડાયા હતા. આ જાસૂસો ગાંધીજીના વ્યક્તિત્વ અને સિદ્ધાંતોના રંગે રંગાઇ ચૂક્યા હતા. ગાંધીજીની જીવનશૈલી, રહેણી કરણી, પોષાક, ભાષા, ખોરાક વગેરે સાદા હતા, કોઇ ખાસ આકર્ષક ન હતા. પણ એમના વ્યક્તિત્વ અને ચરિત્રમાં કોઇપણ વ્યક્તિને અભિભૂત કરી નાખે એવું સામર્થ્ય હતુ.
ખેર! આવા સિદ્ધાંતો અને ચરિત્ર હવે રાજનીતિમાં રહ્યા નથી. બસ, સત્તા મેળવો. પછી ભલે ચાલુ સરકારોને પાડવી પડે કે જાસૂસી કરવા કરોડ રુપિયાનો સ્પાયવેર વસાવવો પડે.
...
#લાસ્ટ_પંચ
* વિશ્વના ચાર દેશોએ ઇઝરાયેલી પેગાસસ સ્પાયવેરની તપાસ ઉચ્ચ સ્તરની કમિટીને સોંપી છે. આપણે ત્યારે આભ ફાટ્યુને તેને થૂંકના સાંધા કરવા મિડીયાને ધંધે લગાડવામાં આવ્યું છે.
* આજે ફેસબુક પર ૧ વર્ષ પૂર્ણ. ૨૬૯ પોસ્ટ નોટ આઉટ. લાઇક, શેર, કોમેન્ટ કરનારા સૌ મિત્રોનો સાભાર ઋણ સ્વિકાર.




शुक्रवार, 30 जुलाई 2021

Indian traffic police pos mathin

ગુજરાતમાં દંડ માટે પૈસા નથી એવું બહાનું નહીં ચાલે, જાણો ટ્રાફિક પોલીસનો શું છે પ્લાન અમદાવાદમાં ટ્રાફિક દંડની રકમ સ્થળ પરથી ડિજિટલ પેમેન્ટ કરી શકશે. ટ્રાફિક પોલીસ કર્મીઓને હવે POS મશીન અપાશે. 150 જેટલા POS મશીન આપવામાં આવશે. આ માટે ટ્રાફિક પોલીસ કર્મીને ટ્રેઇનિંગ પણ અપાઇ હતી. જેમાં રોડ પર ટ્રાફિક ભંગ કરનાર ડિજિટલ પેમેન્ટ કરી દંડ ભરવાનો રહેશે. લાંબા સમય બાદ પોલીસે ઇ-મેમો આપવાનું શરૂ કર્યું છે ત્યારે ટ્રાફિક નિયમોનો ભંગ કરતા અને ખિસ્સામાં પુરા પૈસા ન હોવાનું બહાનું કાઢતા વાહનચાલકો માટે ડિજીટલ પેમેન્ટની સિસ્ટમ દાખલ કરી છે. આ નવી સિસ્ટમ મુજબ રોકડ પેમેન્ટ ન ચૂકવનાર વાહન ચાલકો પાસેથી પોલીસ POS મશીનથી દંડ વસુલ કરશે. આ મશીન દ્વારા કાર્ડ પેમેન્ટ, UPI, QR કોડ, ભીમ એપ જેવા માધ્યમોથી પેમેન્ટ થઈ શકશે. હાલમાં POS મશીન માટે ટ્રાફિક પોલીસે SBI સાથે MOU કર્યા છે. એટલું જ નહીં જો કોઈ વાહન ચાલક પોલીસ સાથે રકઝક કરશે તો તેના ફોટો કે વિડિયો પણ આ મશીનથી ઉતારી શકશે. આ પ્રકારના ડિજીટલ પેમેન્ટથી ટ્રાફિક પોલીસમાં ભ્રષ્ટાચારનું પ્રમાણ પણ ઘટી જશે. 

યુગાન્ડા



જ્યારે યુગાન્ડામાંથી ઈદી અમીનને કારણે સમગ્ર એશિયનોએ રાતોરાત ભાગવું પડ્યું🙁
યુગાન્ડાના પૈસાને દોહી' લેવાનો આરોપ લગાવતા સૈન્યસરમુખત્યાર ઈદી અમીને 1972માં 50 હજારથી વધુ એશિયનોને દેશમાંથી હાંકી કાઢ્યા હતા. આમાંના મોટા ભાગના લોકો ગુજરાતી હતા.

વાત 1971ના પ્રારંભની છે. મહિનો જાન્યુઆરીનો હતો અને યુગાન્ડામાં ભારે રાજકીય અને સામાજિક ઊથલપાથલ થઈ હતી.

25 જાન્યુઆરીએ યુગાન્ડાના રાષ્ટ્રપતિ ઍપોલો મિલ્ટન ઑબોટેને પદભ્રષ્ટ કરીને સૈન્યસરમુખત્યાર ઈદી અમીને દેશના શાસનની ધુરા પોતાની હાથમાં લઈ લીધી હતી.

'કલ્ચર ઑફ ધ સૅપલ્કર' નામના પુસ્તકમાં યુગાન્ડામાં ભારતના રાજદૂત રહી ચૂકેલા મદનજિતસિંઘ લખે છે કે ઑબોટેના શાસનના અંતને યુગાન્ડામાં રહેતા એશિયન સમુદાયોએ વધાવી લીધો હતો.

મોટા ભાગના એશિયનો વેપાર સાથે સંકળાયેલા હતા અને ઑબોટેની ડાબેરી નીતિઓ તેમને અનુકૂળ નહોતી આવતી.
એમને આશા હતી કે નવા શાસનમાં એમના વેપાર-ધંધાનો વિસ્તાર થશે. જોકે, એમને એ જાણ નહોતી એમની આશાથી સાવ વિરુદ્ધ દિશાનું ભવિષ્ય એમની રાહ જોઈ રહ્યું છે.

સત્તાનું સુકાન સંભાળતા જ અમીને આદેશ આપી દીધા કે દેશમાં એશિયન સમુદાયના જેટલા પણ લોકો રહે છે, તેમણે વસ્તીગણતરીમાં ફરજિયાત નામ નોંધાવવું પડશે.

એશિયનોમાં સૌથી વધુ ભારતીયો હતા અને ભારતીયોમાં પણ સૌથી વધુ સંખ્યા ગુજરાતીઓની હતી.

એશિયન સમુદાય ઈદીના આ પગલા પાછળનું કારણ સમજે એ પહેલાં જ યુગાન્ડાનું નાગરિકત્વ મેળવવા માટે કરાયેલી 12 હજાર અરજીઓ ફગાવી દેવાઈ.

ઑબોટે બ્રિટિશ સરકાર સાથે કરેલી સમજૂતી અનુસાર આ 12 હજાર એશિયન સમુદાયના લોકોને બ્રિટન અને યુગાન્ડાનું બેવડું નાગરિકત્વ મળવાનું હતું.

ઈદીએ આરોપ લગાવ્યો કે એશિયન સમુદાય લાંચ, ભ્રષ્ટાચાર, હવાલા કૌભાંડ, કરચોરી, દાણચોરી, દગાખોરીમાં સામેલ છે અને તેમને અનુકૂળ પડે એવું નાગરિકત્વ મેળવવું છે.

અલ્લાનો આદેશ
ઈદી અમીને રાષ્ટ્ર સમક્ષ જાહેરાત કરી તેઓ કોઈ કાળે યુગાન્ડાને 'ભારતની કૉલોની' બનવા નહીં દે.

મદનજિતસિંઘ લખે છે, 'ઈદી અમીને દાવો કર્યો તેમને સપનામાં અલ્લાનો સંદેશ મળ્યો છે. અલ્લાએ એશિયનોને યુગાન્ડામાંથી હાંકી કાઢવા આદેશ આપ્યો છે.'

'યુગાન્ડા : અ નેશન ઇન ટ્રાન્ઝિશન પોસ્ટ-કૉલોનિયલ ઍનાલિસીસ' નામના પુસ્તકમાં ગૉડફ્રૅ મ્વાકિકાગીલે લખે છે, 'ઑબોટેના પદભ્રષ્ટ થવાની સાથે જ યુગાન્ડાએ પોતાના ઇતિહાસના સૌથી હિંસક કાળમાં પ્રવેશ કર્યો.'

'એ અરાજકતાના દિવસો હતા. આઠ વર્ષ સુધી ટકેલું એ શાસન આતંકનું શાસન હતું અને એ બાદ યુગાન્ડા ક્યારેય પહેલાં જેવું ન થઈ શક્યું.'

અલ્લાનો આદેશ' અનુસરી ઇદી અમીને એશિયન સમુદાયને યુગાન્ડાને 90 દિવસમાં જ છોડીને જતા રહેવા આદેશ આપ્યો.

એ વખતે દેશનો 90 ટકા વ્યવસાય એશિયન લોકોના હાથમાં હતો અને દેશનો 90 ટકા કર પણ તેઓ જ ચૂકવતા હતા.

એ વખતે ભરત માણેક 11 વર્ષનાં હતા. બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું, "અમારે રાતોરાત દેશ છોડી દેવો પડ્યો હતો."

"ઍરપૉર્ટ સુધી પહોંચતા અમને 18 ચેકપોસ્ટ પાર કરવી પડી હતી. દરેક ચેકપોસ્ટે બંદૂકધારી ઊભા હતા."

"એક દિવસમાં 18-18 વખત આવી રીતે બંદૂકધારીઓને જોવા મારા માટે બહુ બિહામણું હતું."

"9 ઑક્ટોબરે અમે લંડન પહોંચ્યા અને વક્રતા જુઓ, એ યુગાન્ડાનો આઝાદીદિન હતો."

મીરા નાયરની ફિલ્મ 'મિસિસિપી મસાલા' યુગાન્ડામાંથી હાંકી કઢાયેલા ભારતીયોની કહાણી છે.

રાતોરાતો દેશવિહોણા થઈ ગયેલા ભારતીયોને કેવી સ્થિતિમાં યુગાન્ડા છોડવું પડ્યું એ વાત ફિલ્મમાં આવરી લેવાઈ છે.

ફિલ્મમાં એક સ્ત્રી પાત્રના ગળામાંથી બંદૂકના નાળચે સોનાની ચેઇન લૂંટી લેવામાં આવે છે.

હિજરત કરી રહેલા ભારતીય સમુદાયને હેરાન કરવાના અહેવાલોને આધાર બનાવીને મીરા નાયરે એ સીન તૈયાર કર્યો હતો

ઈદીના શાસનમાં એશિયનો પ્રત્યે સ્થાનિક લોકોનો આક્રોશ આગ બનીને ભભૂક્યો હતો.

એ આક્રોશનું કારણ હતું સ્થાનિક લોકો પ્રત્યે એશિયન સમુદાયનું વલણ.

આ અંગે વાત કરતા વરિષ્ઠ પત્રકાર વિપુલ કલ્યાણી બીબીસી ગુજરાતીને જણાવે છે, "યુગાન્ડામાં રહેતો ગુજરાતી સમુદાય મુખ્યત્વે વેપાર સાથે જ સંકળાયેલો હતો."

"ઇતિહાસ સાક્ષી છે કે વેપારી લોકો જ્યાં પણ ગયા છે ત્યાં શોષણ થયું જ છે."

"યુગાન્ડાનો ગુજરાતી સમુદાય ઉપરથી જાતિવાદી, કોમવાદી અને રંગવાદી વલણ પણ ધરાવતો હતો."

"તેઓ પોતાના 'વાડા'માં જ રહેતા. સ્થાનિકો સાથે ઓરમાયું વર્તન દાખવતા હતા."

મલ્ટિકલ્ચરિઝમ, પોસ્ટકૉલોનિયાલિટી ઍન્ડ ટ્રાન્સનેશનલ મીડિયા' નામના પુસ્તકમાં આ અંગે વાત કરતાં ઇલા શૉહાત અને રૉબર્ટ સ્ટામ લખે છે :

"યુગાન્ડામાં રહેતા ભારતીયોમાં મોટા ભાગના ગુજરાતી હતા. એમાંથી જેટલા પણ હિંદુઓ હતા તેઓ જાતિમાં વહેંચાયેલા હતા. જ્યારે મુસ્લિમો શિયા-સુન્નીના ફિરકામાં ફસાયેલા હતા."

"આ ભારતીયોને યુગાન્ડામાં સમૃદ્ધ તો થવું હતું પણ તેઓ ભેદભાવ છોડવા તૈયાર નહોતા."

"લગ્ન પણ તેઓ જાતિના વાડામાં જ કરતા અને સ્થાનિક લોકો સાથે લગ્નનો વિચાર પણ નહોતા કરી શકતા."

સ્થાનિકો સાથે ન ભળવાને કારણે એમની શોષણકર્તાની છાપ વધુ ઘેરી બની હતી.

સ્થાનિકો સાથે ના ભળી શકતા ભારતીયોને દેશમાંથી હાંકી કાઢી ઈદી યુગાન્ડાનું 'આફ્રિકીકરણ' કરવા માગતા હતા.

એશિયનો પર એ વખતે યુગાન્ડાના લોકો સાથે અયોગ્ય વર્તન કરવાના અને ખોટી રીતે આર્થિક ફાયદો ઉઠાવવાના આરોપ લાગ્યા હતા.

આ અંગે બીબીસીએ ઈદી અમીનની સરકારમાં મંત્રી રહી ચૂકેલા હેન્રી ક્યેમ્બા સાથે વાત કરી હતી.

તેમણે જણાવ્યું, "કોઈ એક જૂથની વધુ તરફેણ કરવામાં આવે અને જો અન્ય જૂથને એ ફાયદો ના મળે એ યોગ્ય ન કહેવાય. પછી ભલે એ લોકો એશિયાના હોય કે ચીનના."

યુગાન્ડા : અ નેશન ઇન ટ્રાન્ઝિશન પોસ્ટ-કૉલોનિયલ ઍનાલિસીસ'માં ઈદી અમીનના આ પગલાને એશિયનો સામેનું યુદ્ધ ગણાવાયું છે.

પુસ્તકમાં એશિયનોને દેશ છોડી જતા રહેવાનો આદેશ અપાયો એ પહેલાં ઈદી અમીને કરેલું સંબોધન પ્રકાશિત કરાયું છે.

'યુગાન્ડા ગૅઝેટ 1972'માં છપાયેલા એ સંબોધનમાં સૈન્યસરમુખત્યારે ગુજરાતી સમુદાયના વલણની ટીકા કરી હતી.

ઈદીએ કહ્યું હતું, "ગુજરાતીઓ પોતાની ખાતાવહી ગુજરાતી ભાષામાં લખે છે જે આફ્રિકન ઇન્કમટૅક્સ-અધિકારીઓ સમજી શકતા નથી. જેને લીધે કર વસૂલવામાં ગોટાળા થાય છે."

આખરે 'યુગાન્ડાને યુગાન્ડાના લોકોને હવાલે' કરવાના ઉદ્દેશ સાથે ઈદી અમીને એશિયનોને 90 દિવસમાં દેશ છોડી જવા આદેશ આપી દીધા.

એ વખતે ભારતીયો પાસે ત્રણ વિકલ્પ હતા. એક બ્રિટન જવું, ભારત પરત ફરવું કે અમેરિકા-કૅનેડામાં આશ્રય લેવો.

તેમાંથી મોટા ભાગના એટલે કે લગભગ 30 હજાર જેટલા એશિયનો બ્રિટિશ પાસપોર્ટ ધરાવતા હતા એટલે સ્વાભાવિક જ તેમણે યુકે જવાનું જ પસંદ કર્યું.

બ્રિટન આવનારા એશિયનોમાં મોટા ભાગના ખાલી હાથે અને પહેરેલાં કપડે યુકે પહોંચ્યા હતા.

એમના વેપાર-ધંધા બધું જ યુગાન્ડામાં રહી ગયું હતું. આમાંના કેટલાયને તો ઍરપૉર્ટ પર જ યુગાન્ડાના સૈનિકોએ લૂંટી લીધા હતા.

આવી કંગાળ હાલતમાં યુકે આવનારા આ એશિયોનો પ્રત્યે બ્રિટનમાં પણ અણગમો વર્તાયો.

લૅસ્ટર કાઉન્સિલ દ્વારા તો આ એશિયનોને શહેરમાં ના પ્રવેશવા દેવા જાહેરાત પણ છપાવાઈ હતી.

યુગાન્ડા હિજરત કરી યુકે આવેલાં લીલા મહેતાએ પોતાનાં પુત્રી આશા મહેતા મારફતે વર્ષ 2004માં બીબીસીને પોતાની કહાણી જણાવી હતી.

એ બીનાને યાદ કરતા લીલાએ જણાવ્યું હતું, "એ વખતે મારી ઉંમર 42 વર્ષ હતી. મને અમીનની ધમકીમાં કોઈ હકીકત નહોતી જણાઈ, કારણ કે એ પહેલાં પણ તેઓ આવી ધમકી આપી ચૂક્યા હતા."

"પણ, રેડિયોમાં જ્યારે આ વાતની પુષ્ટિ કરી દેવાઈ ત્યારે અમારામાં ભય પેસ્યો."

મહેતા પરિવારે વાતની ગંભીરતા સમજતા કમ્પાલામાં આવેલા ઘરનું ફર્નિચર વેચી કાઢ્યું.

જોકે, આ ઉતાવળ કોઈ કામે ના આવી. ઈદી અમીને વ્યક્તિદીઠ માત્ર 50 પાઉન્ડની રકમ જ સાથે લઈ જવાની મંજૂરી આપી.

લીલાએ કહ્યું હતું, "મારા પાડોશી તો તસવીરો પણ સાથે નહોતા લઈ શક્યા અને તેમને યુગાન્ડા છોડી દેવું પડ્યું હતું."

આજે ફરી એક વખત યુગાન્ડા ભારતીયોની પસંદ બન્યું છે. મોટી સંખ્યામાં ગુજરાતીઓ યુગાન્ડા પરત ફર્યા છે.

રાષ્ટ્રપતિ યોવેરી મુસેવની દ્વારા હિજરત કરી ગયેલા એશિયનોને યુગાન્ડા ફરત ફરવા પ્રોત્સાહિત કરાયા બાદ આ શક્ય બન્યું છે.

ત્યારે એશિયનોને હાકી કાઢવાના ઈદી અમીનના પગલા પાછળ જવાબદાર કારણોમાં 'સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ' પણ એક કારણ હોવાનું વિપુલ કલ્યાણી માને છે.

કલ્યાણી કહે છે, "સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ સત્તાને ટકાવી રાખવા ઈદીનું એક બહાનું હતું."

"કોઈ પણ સમાજ માટે પાંચ તત્ત્વો અગત્યનાં હોય છે- રોજગારી, ઘર, શિક્ષણ, સ્વાસ્થ્ય અને કાયદો."

"જ્યારે કોઈ સરકાર લોકોને આ મૂળભૂત સુવિધાઓ આપવામાં ઊણી ઊતરે ત્યારે સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ જેવાં બહાનાંઓને આગળ ધરી દેવાતા હોય છે."

रविवार, 20 सितंबर 2020

એશિયાના સૌથી મોટા માર્કેટયાર્ડમાં કેવું કૌભાંડ થયું?

મહેસાણા જિલ્લાના ઊંઝા ખાતે એશિયાનું સૌથી મોટું માર્કેટયાર્ડ છે. તેના ચેરમેન દિનેશ પટેલ અને સેક્રેટરી વિષ્ણુ પટેલ સામે 15 કરોડના કૌભાંડનો આક્ષેપ APMC સેસ વિભાગના કર્મચારી સૌમિલ પટેલે કર્યો છે. 19 સપ્ટેમ્બર 2020ના રોજ વેપારીઓએ APMC બંધનું એલાન કર્યું છે. આ અંગે તપાસ કરવા CM/PMને લેખિત વિનંતિ કરવામાં આવી છે. મહેસાણા જિલ્લા રજિસ્ટ્રાર હિતેશ પટેલ ‘તપાસ ચાલુ છે’ એવું કહે છે; પણ તપાસ થઈ નથી !

સત્તાપક્ષ સાથે સંકળાયેલા કૌભાંડીઓ હોય ત્યારે રજિસ્ટ્રાર/પોલીસ તપાસનું નાટક કરે છે. ઊંઝા APMCના ચેરમેન/સેક્રેટરી/સ્થાનિક ધારાસભ્ય જો વિપક્ષ સાથે જોડાયેલ હોત તો તેઓ જેલમાં હોત ! કૌભાંડીઓ/ગુંડાઓ એટલે જ સત્તાપક્ષ સાથે જોડાઈ જાય છે. અગાઉ મગફળીના દરેક કોથળામાંથી ટેફાં નીકળ્યા હતા ! ગરીબોને આપવાનું અનાજ કપડાં બદલી આટામિલોમાં પહોંચી જાય છે ! સરકારમાં બેઠેલાં જ ભ્રષ્ટાચાર કરે તો તેને કોણ રોકી શકે? APMC ઊંઝાના ચેરમેન દિનેશ પટેલે 17 સપ્ટેમ્બર 2020 ના ‘દિવ્યભાસ્કર’ અખબારમાં APMCના ખર્ચે ફૂલ પેજની જાહેરખબર આપી છે; જેમાં પોતાનો ફોટો/PMનો ફોટો/કમળનું ચિન્હ છે ! તેમાં PMને, બીજા લોખંડી પુરુષ અને આત્મનિર્ભર કૃષિના પ્રણેતા કહ્યા છે ! બોલો, પોલીસ દિનેશ પટેલને અડી શકે?


ઝીણી નજરે જૂઓ તો ખ્યાલ આવશે કે ઊંઝા APMC જેવું દરેક APMCમાં વત્તા-ઓછા પ્રમાણમાં કૌભાંડ થાય છે. કૌભાંડ કરવા મળે એટલે APMCની ચૂંટણીમાં એક મતનો ભાવ 1 લાખથી 5 લાખ સુધીનો હોય છે ! ચૂંટાઈ ગયા પછી 15-20 લાખની AC કારમાં ફરવા મળે ! મજા મજા ! આત્મનિર્ભર ખેડૂતો માટેની આ સંસ્થામાં, કૌભાંડીઓ/વેપારીઓ મોજ કરે છે ! આ માત્ર સેસ ફીની કટકી નથી, GST/ITની ચોરી છે ! કૌભાંડીઓની સાથે વેપારીઓને પણ ફાયદો ! બેનંબરી પૈસાથી રાજકારણ ખોલાય છે/ધારાસભ્યોની ખરીદી થાય છે. ખેડૂતો/ખેતમજૂરોના પરિશ્રમનો આ કેવો દુરુપયોગ !rs

बुधवार, 27 मई 2020

Love 🌿🍃

તેઓ નેચર પ્રેમી છે કે ખાલી મોજમજા ને મસ્તી કરવા નીકળ્યા છે!?



ગુજરાતનાં ફેફસાં મતલબ દક્ષિણ ગુજરાતનાં જંગલો!!!

2016માં કોષમાળ ટ્રેકીંગના અડધે રસ્તેથી પાછા આવ્યા.
પ્રતિક્ષાએ આ સ્થળ વિષે પુરી માહીતી મેળવી હતી અને રવિવારે ટ્રેકીંગ પર જવાનું નકકી કર્યુ હતું.

ચોમાસું ચાલું થાય એટલે તમને ડાંગના રસ્તે વાહનો દ્રારા કચડાયેલા સાપો રસ્તે નજરે પડે જ. એવો જ એક કોબરા આખા રસ્તા પર પથરાઇને ચાલતો જોવા મળ્યો ત્યારે તેની ખરેખર લંબાઈ વિષે ખ્યાલ આવ્યો.

કોષમાળ ભેંસકાત્રીથી વઘઈની વચ્ચે છેક અંદરનું એક સ્પોટ છે જયાથી એક નાનો ધોધ વહે છે. કોષમાળ સ્થળ વિષે પુછતા પુછતા જ લગભગ દશ સ્થળે ઉભું રહેવું પડ્યું. ડાંગમાં સ્થળ વિષે પુછવું એટલે ઘણું કપરું કામ કારણ કે ડાંગમાં તમને ૧૦ થી ૧૫ કીમી એ જ તમને અમુક લોકો નજરે ચડે જયારે સ્થળની નજીક કોઈ માણસ મળે નહી.

છેક વાંસદાથી વઘઈ અને વઘઈથી કોષમાળ શોધતા ઘણો સમય લાગ્યો. પહેલા એવુ હતુ કે નજીક જ હશે પરંતુ જેમ જેમ વઘઈના રસ્તે થી ભેંસકાત્રી તરફ આગળ વધી રહ્યા હતા તેમ ગીચ જંગલો વધી રહ્યા હતા અને સમય પણ ખાસ્સો થઈ ગયો હતો. પર્વત પર ખુબ જ ઉંચું સર્પાકાર ચડાણ અને કોઈ લોકોની અવરજવર પણ નહી.


કોષમાળ પહોચીને જોયું તો અમુક ઘર આવ્યા. ત્યા પુછ્યું કે ટ્રેકીંગનો રસ્તો કંઈ તરફ છે, ત્યારે ગામ લોકોનો જવાબ હતો સવારે વહેલા આવ્યા હોત તો સારુ હતું હવે બપોર થવા આવ્યું છે અને તમને કદાચ મોડું થાય તો સાંજ થઈ જશે.

ગામના લોકોનું કહેવું હતું કે આ વિસ્તારમાં દીપડા પણ છે એટલે સંભાળી ને જશો તો સારુ રહેશે. ત્યારે અનન્યા ફકત બે જ વર્ષની એટલે અમે વિમાસણમાં પડ્યા અને અમે અંતે પાછા ફરવાનું નકકી કર્યું.

હાલમાં ચોમાસાના સમય દરમ્યાન ડાંગમાં ટ્રેકિંગ પર સ્કુલ કોલેજના વિદ્યાર્થીઓ અને નેચર પ્રેમી લોકોનો જમાવડો વિશેષ જોવા મળે છે પરંતુ તેઓ આ જંગલોની માવજત વિષે સભાન નથી.

મોટા ભાગના ટ્રેકીંગના સ્થળો પર તમને પ્લાસ્ટિકની ડીસ, ગ્લાસનો ઢગલો અચુક જોવા મળે જેનાથી આપણે અંદાજો લગાવી શકીએ કે તેઓ નેચર પ્રેમી છે કે મોજમજા ને મસ્તી કરવા નીકળ્યા છે.

Education in corona 😏

જાણો કોરોના અને લોકડાઉન વચ્ચે શિક્ષણની શું સ્થિતિ છે…



લગભગ અઢી મહિનાથી કોરોનાને પગલે દેશભરની શાળાઓ બંધ છે. યુનેસ્કોના અંદાજ પ્રમાણે ભારતમાં 30 કરોડથી વધુ બાળકો શાળાથી વંચિત થયા. બાળકોનું શિક્ષણ ના બગડે એટલે ઓનલાઇન શિક્ષણની વાત વહેતી થઈ અને એ દિશામાં પ્રયત્નો પણ થયા.આવનારા દિવસોમાં શાળાઓ ક્યારે ખુલશે અને સામાજિક અંતર રાખીને કેવી રીતે ભણાવાશે એ વિશે મતમતાંતરો છે. સમસ્યા પણ મોટી છે.
આ વાસ્તવિકતા વચ્ચે એ સમજવાનો પ્રયત્ન કરીએ કે ભારતમાં કેટલા બાળકો અને કેવી રીતે ઓનલાઈન શિક્ષણ મેળવવા સક્ષમ છે. નેશનલ સેમ્પલ સર્વેના છેલ્લા સર્વે પ્રમાણે ભારતમાં માત્ર બે જ રાજ્યો એવા છે જ્યાં કમસેકમ 40 ટકા ગ્રામીણ પરિવારો પાસે ઇન્ટરનેટની સુવિધા છે.આ રાજ્યોમાં હિમાચલ પ્રદેશ(48.6%) અને કેરળ(46.9%) નો સમાવેશ થાય છે (જુઓ નકશો).

ઝારખંડ જેવા આદિવાસી કેન્દ્રિત રાજ્યમાં માત્ર 11 ટકા પરિવારો એવા છે જ્યાં કોઈ સભ્ય કોમ્પ્યુટર લિટરેટ છે. આપણા ગુજરાતમાં પણ આદિવાસી વિસ્તારોમાં રહેતા વિદ્યાર્થીઓ સાથે નેટથી સંપર્ક એટલો સહેલો નથી જેટલો અમદાવાદના વિદ્યાર્થીઓ સાથે.
કોમ્પ્યુટર વંચિત કે નેટ વંચિત ગ્રામીણ બાળકોની સમસ્યા કરતા પણ અનેકગણી મોટી સમસ્યા શિક્ષણના સ્તરની છે. વર્ષ 2018માં પ્રથમ સંસ્થા દ્વારા કરાયેલ અભ્યાસ પ્રમાણે ગ્રામીણ ભારતના પાંચમા ધોરણમાં ભણતા માત્ર 50 ટકા બાળકો બીજા ધોરણનનું પુસ્તક વાંચી શકે છે. માત્ર 28 ટકા બાળકો ભાગાકાર કરી શકે છે.ગંભીર સમસ્યા તો અધવચ શાળા છોડનાર વિદ્યાર્થીઓની છે. ગરીબાઈ ,મજૂરી, બાળલગ્ન જેવી સમસ્યા માત્ર ગ્રામીણ ભારતમાં જ નહીં શહેરોમાં પણ છે.
લાખોની સંખ્યામાં સ્થરાંતરીત શ્રમિકો જેમાના અનેક તેઓના શાળામાં ભણતા બાળકોને લઇ વતન પહોંચી ગયા તેઓના શિક્ષણ વિશે વિચારવું રહ્યું. શાળા બંધ છે તો ઓનલાઈન શિક્ષણ હાથવગું છે એવો ત્વરિત વિચાર આવે પણ તેનો અમલ દેશના તમામ બાળકો માટે કરવો અશક્ય છે. આ વાસ્તવિકતાને એટલા માટે ધ્યાનમાં રાખવી પડે કારણકે કોરોના મહામારીની વર્તમાન અને ભવિષ્યની સ્થિતિ ઘણી ગંભીર છે.

(તસ્વીર અને નકશો તેમજ કેટલીક માહિતી સાભાર “મિન્ટ” અખબાર)

Ravi Barot🇮🇳🙏

मंगलवार, 26 मई 2020

Indian politics🇮🇳




રાજનીતિ | શું સરકારનો વિરોધ કરવો એ આતંકવાદી કૃત્ય ગણાય? |- રમેશ સવાણી (પૂર્વ IPS)


વાંચીએ ત્યારે થાય કે કાયદો સૌ માટે સમાન છે; દરેક નાગરિકને ન્યાય મળી શકે તેમ છે; પરંતુ વાસ્તવમાં કાયદો જ્યારે જાતિ/જ્ઞાતિ/ધર્મના આધારે અમલી બને કે સામાજિક/આર્થિક/રાજકીય ભેદભાવ મુજબ અમલી બને ત્યારે વિક્ટિમને મોટો અન્યાય સહન કરવો પડે છે. કોઈ ના

ગરિકને કોઈ ગુંડો જાનથી મારી નાંખવાની ધમકી આપે તો IPC કલમ- 506(2) હેઠળ કાયદો સુરક્ષા પૂરી પાડે છે; પરંતુ વાસ્તવમાં એવું જોવા મળે છે કે ગુંડો/અસામાજિક તત્વ, શાંતિપ્રિય નાગરિક સામે ગુનો દાખલ કરાવે છે કે મને જાનથી મારી નાખવાની ધમકી આપી છે ! આને કાયદાની જોગવાઈનો દુરુપયોગ કહેવાય. આવો દુરુપયોગ કરનાર સામે પગલાં લેવાતા નથી, એટલે દુરુપયોગનું પ્રમાણ વધતું રહે છે. કાયદાનો દુરુપયોગ ખુદ સરકાર કરે તો? નાવિક જો નાવ ડૂબાડે તો એને કોણ બચાવે?

ગુજરાતનો દાખલો લઈએ. પત્રકાર ધવલ પટેલે કહ્યું કે ગુજરાતમાં કોરોના સંકટ ગંભીર બની રહ્યું છે; તેથી CMની બદલી થઈ શકે તેવું હવામાન છે ! આમાં પોલીસને રાજદ્રોહ દેખાયો ! કાયદાનો આ દુરુપયોગ કહેવાય. ફેબ્રુઆરી- 2020માં દિલ્હીમાં કોમી તોફાનો થયા; તેમાં દિલ્હી પોલીસે બે વ્યક્તિની અટકાયત કરી. યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી સફૂરા જરગરને 13 એપ્રિલ, 2020ના રોજ એરેસ્ટ કરી ત્યારે એ ગર્ભવતી હતી. તેનો ગુનો એ હતો કે તેણે CAA વિરોધી પ્રદર્શનમાં ભાગ લીધો હતો. તેની પાસેથી કોઈ હથિયારો/બોમ્બ મળ્યા ન હતા. તેને કોર્ટે જામીન ઉપર છોડવા ઈન્કાર કરી દીધો. તેની સામે આતંકવાદ વિરોધી એક્ટ-Unlawful Activities (Prevention) Act, UAPA હેઠળ આરોપ મૂકવામાં આવ્યો છે. સરકારની કોઈ નીતિનો વિરોધ કરવો તેને આતંકવાદ કઇ રીતે કહી શકાય? કાયદાનો દુરુપયોગ ખુદ સરકાર કરે તો એને કોણ રોકે? પાણી જો આગ લગાડે તો એને કોણ ઠારે? બીજી તરફ, મનીષ સિરોહીને ગેરકાયદેસર 5 પિસ્તોલ અને 20 કારતૂસ સાથે દિલ્હી પોલીસે 27 ફેબ્રુઆરી, 2020ના રોજ કોમી તોફાનો દરમિયાન અટક કર્યો. તે બે વરસથી હથિયાર/કારતૂસ મધ્યપ્રદેશથી ખરીદીને દિલ્હી લાવતો હતો. દિલ્હી પોલીસે તેની સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો; આતંકવાદ વિરોધી એક્ટ હેઠળ નહીં. કોરોના વાયરસના સંક્રમણના કારણે કોર્ટે 6 મે, 2020ના રોજ મનીષને જામીન ઉપર મુક્ત કર્યો. સફૂરાને નહી. સફૂરા અને મનીષ; એક મુસ્લિમ અને એક હિન્દુ. પોલીસનો ભેદભાવ દેખાઈ આવે છે. પોલીસ રાજકીય દ્રષ્ટિકોણથી કામ કરે છે. કોમી તોફાનોના પાયામાં રહેલ; સત્તાપક્ષના નેતાઓના ભડકાઉં ભાષણો સામે દિલ્હી પોલીસે આંખ/કાન/મોં બંધ રાખ્યા છે; અને CAA વિરોધી કાર્યકર્તાઓને ટાર્ગેટ કર્યા છે !


પોલીસે મનીષને કોમી તોફાન દરમિયાન પકડ્યો હતો; તેની પાસેથી ગેરકાયદેસર હથિયારો મળ્યા હતા; પરંતુ તેની સામે પોલીસે માત્ર આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો. જ્યારે કોમી તોફાનો બાદ બે મહિના પછી સફૂરા અને બીજા વિદ્યાર્થીઓને UAPA હેઠળ એરેસ્ટ કરવામાં આવ્યાં. મનીષ પાસેથી હથિયારો મળે છે છતાં તેની સામે આતંકવાદનો આરોપ મૂકાતો નથી; તો બીજાઓ ઉપર UAPA હેઠળ આરોપ મૂકવાનો કોઈ આધાર ખરો? એવું કંઈ રીતે શક્ય બને કે કોમી તોફાનો દરમિયાન ગેરકાયદેસર હથિયાર સાથે પકડાઈ જનારની જામીન અરજી સામે કોઈ વાંધો લેવામાં ન આવે, જ્યારે બીજા આરોપીઓ પાસેથી પોલીસે કંઈ કબજે કરેલ ન હતું; છતાં તેઓ જેલના સળિયા પાછળ આજે પણ છે ! કાયદો ભેદભાવ કરતો નથી; અમલવારીમાં ભેદભાવ છે ! સત્તાપક્ષને UAPA કેમ વહાલો લાગે છે? કેમકે સરકારનો વિરોધ કરનારાઓને ચાર્જશીટ વિના લાંબા સમય સુધી જેલમાં પૂરી શકાય છે ! ભારતમાં આતંકવાદ વિરોધી કાયદાઓનો ડંડો મોટાભાગે હાંસિયામાં ઊભેલા સમુદાયો ઉપર ચાલે છે; એમાંય ખાસ કરીને લઘુમતીઓ ઉપર. તમે નહી માનો; પંજાબ/જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ ચરમસીમા ઉપર હતો; પરંતુ ગુજરાતમાં Terrorist and Disruptive Activities (Prevention) Act-1985 (TADA) નો સૌથી વધુ ઉપયોગ થયો હતો ! ‘આતંકની ઘટનાને અંજામ આપવાનો ઇરાદો હતો’ એમ કહીને પોલીસ તમને પકડીને જેલમાં પૂરી દે; તો સફૂરાની જેમ તમારે પણ જેલમાં જ રહેવું પડે એ નક્કી છે.

હવે પ્રશ્ન એ છે કે સરકારનો વિરોધ કરવો તે આતંકવાદી કૃત્ય કહેવાય?

Featured Post

कैप्सुला मुंडी

  इटली का अनोखा प्रोजेक्ट: 'कैप्सुला मुंडी' – मौत का नया हरा-भरा अंदाज़ क्या आप सोच सकते हैं कि मौत के बाद भी इंसान का हिस्सा प्रकृत...