ગુજરાત નહીં ભૂલે એ થર્ટીફર્સ્ટની નાઇટ : બીજલ જોષીનો પરિવાર 19 વર્ષે પણ આઘાતમાં, ભાઈએ કહ્યું -આજેય નવા વર્ષના 10 દિવસ ઘરમાં જ પુરાઈને રહીએ છીએ.
વર્ષ 2022નો આજે છેલ્લો દિવસ છે, સૌકોઈ અમદાવાદીઓ થર્ટીફર્સ્ટનું સેલિબ્રેશન કરવા માટે થનગની રહ્યા છે, પરંતુ 2003ની થર્ટીફર્સ્ટની એ રાત અમદાવાદીઓ ક્યારેય ભૂલી નહીં શકે. જોકે આજની યુવા પેઢી ગુજરાતને હચમચાવનારી એ ઘટના અંગે જાણતી નહીં હોય. અમદાવાદમાં 2003ની થર્ટીફર્સ્ટની ઉજવણી કરવા માટે યુવા હૈયાં થનગની રહ્યાં હતાં. સૌકોઈ 31 ડિસેમ્બરની રાત પડવાની રાહ જોઈ રહ્યા હતા. જોકે એ સમયે આટલાં સંસાધનો અને ઉજવણીનો ઉન્માદ કે ઉદારતા નહોતી. આજે તો 2003થી લઈ અત્યારસુધીમાં બે દાયકા જેટલો સમય પસાર થઈ ગયો છે. હવે તો કોલેજિયનો હોય કે તેમના પરિવારજનો, ન્યૂયરની મન મૂકીને ઉજવણી કરે છે, પરંતુ બે દાયકા પહેલાં એક એવી ઘટના બની, જેણે સમાજની વિચારધારા અને રાજ્યની કાયદાકીય સ્થિતિને પણ ઉઘાડી પાડી દીધી હતી. 31 ડિસેમ્બરની રાત એટલે કે 2003 અને એ પછીનો દિવસ એટલે કે 1 જાન્યુઆરી 2004. 31મીની રાતના 10 વાગ્યાથી લઈ વહેલી સવાર સુધીના એ 5થી 6 કલાકમાં યુવતીની જિંદગી બર્બાદ થઈ જાય છે.

कोई टिप्पणी नहीं:
एक टिप्पणी भेजें